ભારતીય સંવિધાન આપણો પવિત્ર દસ્તાવેજ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ભારતીય સંવિધાન આપણો પવિત્ર દસ્તાવેજ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
કોંગ્રેસે અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા કર્યા તે દેશ હિતના નહીં પરંતુ સત્તા પર ટકી રહેવા માટેના હતા – મંત્રી શ્રી
વિધાનસભા ગૃહમાં “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે સ્વીકારાયો
ભારતીય બંધારણ સંદર્ભે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી દ્વારા વિધાનસભા ગૃહમાં લાવવામાં આવેલ “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સંદર્ભે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાન એ આપણો પવિત્ર દસ્તાવેજ છે. આપણું બંધારણ વૈશ્વિક લોકશાહીની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. ભારતની એકતા, અખંડીતતા અને સંપ્રભુતાને કાયમ રાખવા માટે સંવિધાન સૌને દિશા દર્શન કરે છે.
ભારતનું બંધારણ ઘડવાનું નક્કી થયું ત્યારે બંધારણ કોણ ઘડે તે બાબતે પ્રશ્ન ઊભો થયો ત્યારે પંડિત નહેરૂએ વિદેશી બંધારણ નિષ્ણાતોના નામ સુચવ્યા હતા. જ્યારે ગાંધીજીએ ડૉ. આંબેડકરનું નામ સુચવ્યું હતું તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકરે આપણને સૌને ભારતીય મૂલ્યોની વિભાવનાને સમજાવતું, દરેક દેશમાંથી આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ, સામાજિક વ્યવસ્થાઓને અનુરૂપ બંધારણ ઘડ્યું છે. ડો. બાબાસાહેબના વિઝનના કારણે હતા આજે બંધારણમાં બદલાવ કરવા શક્ય બન્યા છે.
કોંગ્રેસે અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા કર્યા તે દેશ હિતના નહીં પરંતુ સત્તા પર ટકી રહેવા માટેના હતા. તેમણે કરેલા ફેરફારો માત્ર સત્તા જાળવવા અને સત્તા પર ટકી રહેવા માટે હતા. કોંગ્રેસ તેની વંશ પરંપરાગતની નીતિ માંથી બહાર નહીં આવે તો તેઓ લોકશાહી નહીં બચાવી શકે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
મંત્રીશ્રી ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં વન નેશન વન ટેક્ષ – GST – (૧૦૧મો સુધારો), ઓબીસી કમિશનને માન્યતા (૧૦૨મો સુધારો), આર્થિક નબળા વર્ગોને ૧૦ % અનામત ( ૧૦૩મો સુધારો), મહિલાઓને વિધાનસભા, લોકસભામાં ૩૩%અનામત નારીશક્તિ વંદન અધિનિયમ (૧૦૬મો સુધારો) જેવા વિવિધ જનહિતલક્ષી ઐતિહાસિક સુધારાઓ કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ભારતે વિશ્વના અન્ય દેશોના બંધારણનો અભ્યાસ કરીને વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ બનવામાં આવ્યું. આપણું બંધારણ ભારતના લોકોથી શરુ થાય છે, ભારતના નાગરિકો આની તાકાત છે.
વિધાનસભા ગૃહમાં “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે સ્વીકારાયો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300