રાધનપુરના લજપત નગર થી હારીજ બાય પાસ રોડ કામમાં ગેરરીતિ ની બુમરાડ..

વગર વરસાદે બંન્ને બાજુ માટી ધોવાણ થયું: રાધનપુરના લજપત નગર થી હારીજ બાય પાસ રોડ કામમાં ગેરરીતિ ની બુમરાડ..
કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરની શરતોને નેવે મુકી કરવામાં આવતી કામગીરી…
રાધનપુર શહેરના તાલુકા સેવા સદન થી વારાહી હાઇવે સર્વિસ રોડ (લજપત નગર થી હારીજ બાય પાસ) ની કામગીરી બાબતે અનેક વિવાદો સર્જાયા હતા.અનેક વિવાદો વચ્ચે કોન્ટ્રાકટર દ્વારા રોડની રોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ગેર રીતી આચરવામાં આવી હોવાની બુમ રાડો ઉઠવા પામી છે.
નગર પાલિકા દ્વારા રૂપિયા ૪.૭ કરોડ ન ખર્ચે બનાવવામાં આવતા રોડ બાબતે કોન્ટ્રાકટર દ્વારા કામના નામનું સાઈન બોર્ડ મારવામાં આવેલ નથી જેમાં કોન્ટ્રાક્ટરનું નામ એસ્ટિમેન્ટ કોસ્ટ, કામગીર પૂર્ણ કરવાની સમય મર્યાદા દર્શાવતું સાઈન બોર્ડ લગાવવાનું ફરજિયાત નિયમ હોવા છતાં આવું કોઈજ બોર્ડ લગાવવામાં આવેલ નથી.જ્યારે રોડના પીસીસી કામગીરીમાં ૪૦ એમ એમ સાઇઝની મેટલ નો ઉપયોગ કરવાનો ટેન્ડરમાં ઉલ્લેખ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા લગભગ ૮૦ થી ૧૦૦ એમ એમ ની મેટલની ઉપયોગ કરવામાં આવેલ હોવાનું સ્થળ ઉપર જોતા જણાઈ આવે છે.જ્યારે માટી કામ લેયર કરી પાણીનો છંટકાવ કરી ઉપર પાવર રોલર ફેરવવાનું ટેન્ડરમાં જણાવેલ છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરની શરત મુજબ માટી કામ કરેલ નથી જેને લઇને વગર વરસાદે બન્ને બાજુ માટી કામ નુ ધોવાણ થયેલું જણાઈ રહ્યું છે. ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો પાણીના મારને કારણે બંન્ને બાજુની માટી ધોવાણ થયા તેવી પરબ શક્યતાઓ જોવા મળી રહી છે. જયારે વારાહી હાઈવેના સર્વિસ રોડ થી હારીજ હાઈવે હાઇવે સુધી મોટા અને ભારે વાહનો અવર જવર માટે સરતા રહે તેવો હેતુ પાલિકા દ્વારા દર્શાવવામાં આવેલ છે જે હાલે વાસ્તવિકતા થી તદ્દન વિપરીત છે કેમકે વારાહી તરફ થી આવતા વાહન માટે પાલિકા દ્વારા બનાવામાં આવતો રોડ વિપરીત દિશામાં હોવાને કારણે ભારે અને અતિ ભારે વાહન ને પસાર થવું મુશ્કેલ બનશે.સરકારી ગ્રાન્ટ માંથી રૂપિયા ૪.૭ કરોડના ખર્ચે બનાવવામાં આવતા રોડ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિ સામે આવે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
નવા ચૂંટાયેલા સદસ્યો દ્વારા તપાસ કરાવવી જોઈએ:-
પાલિકામાં કોંગ્રેસના શાસન દરમ્યાન મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલિકાની ચૂંટણી દરમ્યાન આક્ષેપો કરવામાં આવ્યા હતા.જેને લઈને લોકોએ પરિવર્તન લાવી પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ને સત્તા આપી હતી. પાલિકામાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાના ભાષણો કરીને સત્તામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો રોડની કામગીરી બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300