બોલો આમાંથી કોઈ આપણી સેવા કરતું હોય એમ તમને લાગે છે?

બોલો આમાંથી કોઈ આપણી સેવા કરતું હોય એમ તમને લાગે છે?
Spread the love

આપણે ત્યાં મજાકમા એમ કહેવાય છે કે જેની પસે કોઈ કામ ધંધો વેપાર નોકરી ના હોય તે રાજકારણમાં રાજનીતિમાં સફળ થાય છે. કારણકે આ એક જ એવું કામ છે કે જેમાં તમને કઈ જ આવડતું ના હોય તમારી પાસે કોઈ પણ જાતનું કલા કોશલય ના હોય અરે તમે કદાચ જિંદગીમાં શાળા કોલેજના પગથિયા ના ચઢ્યા હોય તમને એકડે એક કે કક્કો આવડતો ના હોય તમારા માટે કાલા અક્ષર ભેંસ બરાબર હોય. જો આ બધી લાયકાત તમારા પાસે હોય હા આને લાયકાત કોલીફિકેશન કહેવાય એમાં જો તમે માથાભારે હોવ બાહુબલી હોવ તો રાજકારણ તમારા માટે જ છે.
હાલમાં એક રસપ્રદ સર્વે આવ્યો છે કે આપણા ધારાસભ્યો જે આપણા જેવા હજારો વંચિત ગરીબ મધ્યમ વર્ગનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે એમનું શિક્ષણ કેવું છે? આપણા માનનીય ધારાસભ્યો કેટલું ભણ્યા છે?
એ. ડી. આર. મારફત દેશભરમાં કરાયેલા સર્વે મુજબ માત્ર ગુજરાતના જ ધારાસભ્યોની વાત કરીએ તો આપણા ગુજરાતના ૧૮૦ ધારાસભ્યોની મિલકત ૩૦૦૦ કરોડ ઉપર થવા જાય છે. બોલો
આ તો પાછો સત્તાવાર આંકડો છે. બે નંબરી મકાન દુકાન ઓફિસ ફાર્મ હાઉસ રો હાઉસ સોના ચાંદી શેર ફંડોમાં રોકાયેલા નાણાં તો બેહિસાબ છે.
૨૮ રાજ્યોના ૪૦૯૨ ધારાસભ્યોની કુલ મિલક્ત ૭૩૩૪૮ કરોડ થવા જાય છે. જે આપણા ૩ રાજ્યોના બજેટ કરતા પણ વધારે છે.
આ ૩ રાજ્યો છે નાગાલેન્ડ ૨૩૦૮૬ ત્રિપુરા.૨૬૮૯૨ અને મેઘાલય ૨૨૦૨૨ કરોડ આ ૩ રાજ્યોના કુલ સરવાલા કરતા પણ વધુ છે .
દેશના ૨૮ રાજ્યોના ૪૦૦૦ કરતા પણ વધુ ધારાસભ્યોની કુલ મિલક્તનો આ આંકડો છે. જે રાજ્યોના ધારાસભ્યો સૌથી ધનવાન શ્રીમંત છે એમાં કર્ણાટક સૌથી મોખરે આગળ છે. જેના ૨૨૩ ધારાસભ્યોની કુલ મિલક્ત ૧૪૧૭૯ કરોડ છે . આમ દરેક ધારાસભ્યો સરેરાશ ૬૩ કરોડની સંપતિ ધરાવે છે .
શિક્ષણની અક્ષરોની વાત કરીએ તો દેશમાં ૫ અભણ ૩૭ ધોરણ ૫ પાસ ૧૭૪ ધોરણ ૮ પાસ અને ૪૩૫ ધોરણ ૧૦ સુધી ભણેલા છે.
દેશના ૪૦૯૨ ધારાસભ્યોમાંથી ૪૫ ટકા ધારાસભ્યો પર ફોજદારી કેસો નોંધાયેલા છે જેમાં ૧૨૦૫ સામે તો હત્યા જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. આમાં આંધ્રપ્રદેશ ટોપ પર છે જેના ૧૩૮ આશરે ૮૦ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસો ચાલે છે એમ લેખિતમાં કબૂલ્યું છે .
કર્ણાટકના ૨૨૩ ધારાસભ્યોની સંપતિ ૧૪૦૦૦ હજાર કરોડ થવા જાય છે સૌથી ધનવાન શ્રીમંત ધારાસભ્યો આંધ્રપ્રદેશના છે ગુજરાત ટોપ પાંચમાં નથી.
આ આંકડાઓ ચૂંટણીઓમાં ધારાસભ્યોએ કબુલ કરેલા આંકડા છે. સ્વાભાવિક છે કે પોતાની કુલ મિલક્ત બધી જાહેર કરી દે એટલા બધા તો ભોળા આપણા ધારાસભ્યો તો નથી. બે નંબરી ઉપરની ભ્રષ્ટાચારની કાળી કમાણીનો તો કોઈ હિસાબ જ નથી . પાર્ટી બદલવા પણ આ ધારાસભ્યો આગળ છે ૨૦ થી ૨૫ કરોડ તો આ લોકોનો ભાવ બોલાય છે. બીજા અનેક લાભો તો અલગ
અહીં એ ખાસ યાદ રાખવાનું છે કે આમાં પક્ષ પ્રમુખો હોદેદારો મંત્રીઓ સચિવો સરકારી બાબુઓનો સમાવેશ થયો નથી. ખાસ કરીને આ માત્રને માત્ર ધારાસભ્યોનો સર્વે છે . આમાં એક પણ સાંસદની આવક મિલકતનો સમાવેશ નથી. કારણકે આપણા સાંસદોની કુલ આવક રોકાણ ક્યાં ક્યાં છે. એ કોઈ દિવસ ગણી શકાય એમ નથી. અધધ બેસુમાર સંપતિ ધનદોલતના માલિકો છે આપણા આ શહેનશાહી લોકસેવકો
૧૦૦ મે ૧૦૦ બેઈમાન ફિર
ભી મેરા ભારત મહાન
જયહિંદ
વંદે માતરમ

આલેખ : અબ્બાસ કૌકાવાલા. સુરત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!