ડીસામાં પણ શાળાનાં બાળકોના હાથ પર બ્લેડના કાપા

ડીસામાં પણ શાળાનાં બાળકોના હાથ પર બ્લેડના કાપા
આચાર્યએકહ્યું- વિદ્યાર્થીઓએ એકબીજાને ચેલેન્જ અને સોગંદ આપી હાથ પર બ્લેડના ઘા માર્યા
વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી રહેલા અધિકારી.
અમરેલીના બગસરાની શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂ. આપવાની વાત કહેતાં 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ ડીસામાં પણ શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા બાદ સ્થાનિક વહીવટી તંત્ર ડીસા પહોંચી તપાસ કરી હતી. જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મામલો મીડિયામાં આવતા શિક્ષકોએ પોતાનું મૌન તોડ્યું છે.
વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાવ્યું
ઘટના અંગે ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે. આ બનાવ એક દિવસ અગાઉનો છે જ્યાં અમે બે-ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાયું હતું. જો કે બીજા દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઈઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલિંગ કરાવ્યું હતું.
હાથ પર કાપવા મારવાની ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ્ય છે પરંતુ અત્યારે ઇશ્યૂ બનતા શાળાએ આવ્યા નથી.
વાલીએ કોઈને કશું જણાવ્યું જ નહીં
ડીસાના એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઉત્તરાયણ આસપાસ બાળકના હાથ ઉપર બ્લેડનાં નિશાન જોયાં હતાં પણ અમે ગંભીરતા લીધી ન હતી. તેમજ કોઈને જણાવ્યું ન હતું. દરમિયાન આ વિસ્તારની એક શાળામાં આવાં બાળકો સાથે પાલનપુરથી અધિકારીઓ વાત કરવાના છે એવું જાણવા મળતાં અમે અમારાં બાળકોને શાળાએ
રીપોર્ટ મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300