રાધનપુરમા પવિત્ર રમઝાન માસને લઈને ફ્રીમાં ચા-પાણી નું વિતરણ…

રાધનપુરમા પવિત્ર રમઝાન માસને લઈને ફ્રીમાં ચા-પાણી નું વિતરણ…
મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા કડિયા વાસના નાકે ફ્રીમાં ચા પાણીનું વિતરણ દસ લોકોની કમિટી દ્વારા કરાયું…
રાધનપુર ખાતે ચાલતા પવિત્ર રમઝાન માસને ઘ્યાને લઈને ઘાંચી મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા કડિયા વાસના નાકે રમજાન માસની અંદર તમામ લોકોને રાત્રે ચાપાણી નું ફ્રી માં વિતરણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ચા પીવા માટે સમગ્ર રમઝાન માસની અંદર રાત્રે કડિયા વાસના નાકે આવે છૅ જૅ એક ભાઈ ચારાની ઓળખ ઉભી કરે છૅ.
ફ્રી માં ચા-પાણી વિતરણ થતી હોય ત્યાં ચા પીને સરસ મજાનું આયોજન કરનાર આયોજકોને મુસ્લિમ સમાજના બિરાદરો અભિનંદન આપે છે. અને સમગ્ર પુરા મહિનાની અંદર ચા નું ફ્રી માં વિતરણ કરવામાં આવે છે. અહીંયા છેલ્લા 15 વર્ષથી 10 મિત્રોના સહયોગથી ફ્રી માં ચાપાણી નું વિતરણ કરવામાં આવે છે રમજાન માસ દરમિયાન સરસ મજાના આયોજનથી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોની અંદર ખુશી જોવા મળી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300