કુછડી ગામેથી પત્તા રમતી ૧ મહિલા અને ત્રણ શકુનીને પકડી પાડતો પેરોલ ફલો સ્કોડ પોરબંદર

કુછડી ગામેથી પત્તા રમતી ૧ મહિલા અને ત્રણ શકુનીને પકડી પાડતો પેરોલ ફલો સ્કોડ પોરબંદર
Spread the love

કુછડી ગામેથી પત્તા રમતી ૧ મહિલા અને ત્રણ શકુનીને પકડી પાડતો પેરોલ ફલો સ્કોડ પોરબંદર

ગોસા(ઘેડ) : હાર્બન મરીન પોલીસ સ્ટેશનના કુછડી ગામેથી દેશાવળ સીમમાં તીનપત્તીનો જુગાર રમતી ૧ મહિલા અને ૩ પુરુષ સહિત ચાર જુગારીઓને ૬૫,૩૫૦ ના મુદ્દમાલ સાથે પોલીસે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી પ્રોહી/જુગારની બદી ને દુર કરવા સારૂ કેશો શોધી કાઢવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ ફરલો સ્કોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. જાડેજા તથા પેરોલ ફરલો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ સીસોદીયાનાઓને બાતમી રાહે હક્કીકત મળેલ કે હાર્બન મરીન વિસ્તારમાં કુછડી ગામની દેશાવળસીમમાં તીનપતી નો જુગાર રમે છે. જે હક્કીક્ત આધારે રેઈડ કરતા ૩ પુરુષો તથા ૧ મહિલા સહીત ૪ (ચાર) ને તીનપતી નામનો જુગાર રમતા પકડી પાડવામાં આવેલ.

તીનપતી નામનો જુગાર રમતા પકડાય જનાર ઇસમોમાં રવિ ધીરજભાઈ બોધાણી ઉ.વ.૩૩, રહે મારુતિ મિલ પાસે આરાધના પાર્ક પોરબંદર,નાગાજણ વિરમભાઈ ખુટી ઉ.વ. ૪૦ રહે , તુમડા, હનુમાન મંદિર પાસે ગલીમાં પોરબંદર,દાદુ કાસમભાઈ ચાવડા ઉ.વ.૪૪ રહે,કે.કે.નગર તુંબડેશ્વર મહાદેવ મંદિર પાસે પોરબંદર તથા સુંદરબેન વા /ઓ માલદેભાઈ પુંજાભાઈ ઓડેદરા ઉ.વ.૫૦, રહે બોખીરા, શ્રીરામ ચોરા પાસે,અળશી ફળિયું, તા.જી.પોરબંદર વાળાઓ પાસેથી રોકડા રૂ.૫૯,૩૫૦ તથા મોબાઈલ નંગ ૪ કિ.૬૦૦૦ મળી કુલ રૂ.૬૫,૩૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગાર ધારા અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં પેરોલ ફરલો સ્કોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ . એમ.જાડેજા તથા એ.એસ.આઈ. એચ. કે. પરમાર તથા જે. આર. કટારા તથા પિયુષભાઈ બોદર તથા પોલીસ હેડ કોસ્ટેબલ પિયુષ ભાઈ સીસોદીયા તથા કેશુભાઈ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા પ્રકાશભાઈ નકુમ, વજશીભાઈ વરૂ જેતમલભાઈ મોઢવાડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ આકાશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ:- વિરમભાઈ કે.આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!