ડીસામાં નગરપાલિકાદ્વાર ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા

ડીસામાં નગરપાલિકાદ્વાર ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા
ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારોઅ અનુભવ્યો હતો….
ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી એસ સી ડબ્લ્યુ હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલ થી ચંદ્રલોક રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ફુવારા વિસ્તાર પર છેલ્લા ઘણા સમયથી ફેરિયાઓ, શાકભાજી ફ્રુટની લારીઓ, નાસ્તાની લારીઓ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઈન બોર્ડ મૂકવામાં આવે છે.જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પીકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.જેથી આ અંગેની વારંવારની રજૂઆતો ના પગલે આજે ડીસા નગરપાલિકા અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.
ડીસા નગરપાલિકાના દબાણ હટાવ અધિકારી મનોજભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર, રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા.મોડી સાંજ સુધી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રુટની લારીચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે રસ્તાઓ પહોળા જણાતા લોકોએ પણ રાહત અનુભવી હતી…..
રિપોર્ટ : મહાવીર શાહ ડીસા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300