તમારા પિતાની રોજનીશીને તમે માત્ર એક દિવસ બરાબર નિહાળો.

તમારા પિતાની રોજનીશીને તમે માત્ર એક દિવસ બરાબર નિહાળો.
Spread the love

આપને આપના ઘરમાં પિતાની રોજની કામગીરી નિહાળી છે ખરી? તમારા પિતા સવારે વહેલાં ઉઠીને ઘરની બહાર નીકળે મોડી રાતે ઘરે પાછા આવે ત્યાં સુધીની પિતાની કામગીરી કદી નિહાળી છે ખરી?
આજે તમે જે 2/ 4 બેડરૂમ કિચનના સારા ફ્લેટમાં રહો છો તમને ખબર છે એની કલ્પના તમારા પિતાએ તેઓ છેક તમારા પિતા કુંવારા હતા તે વખતથી કરી હતી મનમાં રૂપરેખા તૈયાર કરી હતી .આ ફ્લેટ કેવી રીતે લેવાયો કેટલો સંઘર્ષ તકલીફો મુસીબતો અડચણો આવી હતી તે તમે નાના હતા એટલે તમને કદાચ યાદ નહીં હોય
અરે સૌથી મહત્વની વાત તરફ તો તમારું દયાન ગયું ન નથી જે ફ્લેટ મકાન લેવા તમારા પિતાએ રાતદિવસ એક કર્યા એ ફ્લેટમાં તમારા પિતા એક દિવસમાં કેટલા કલાક રહે છે ? પોતાના સપનાના મહેલમાં તમારા પિતા ઘરમાં સૌથી ઓછો સમય રહેનાર વ્યક્તિ છે .કારણકે પત્ની અને સંતાનો ઉંમરલાયક માં બાપ બરાબર ઘરમાં રહી શકે એમને કોઈ વસ્તુનો અભાવ ના રહે એ માટે પિતાએ વહેલી સવારથી મોડી રાત સુધી ભાગદોડ કરવી પડે છે તમારા પિતા તમે તમારા ઘરના બીજા સભ્યો સવારનો નાસ્તો ચાહપાણી બપોરનું ભોજન સાંજના ચાહ પાણી નાસ્તો રાત્રીનું ભોજન બરાબર મળી રહે એ માટે બપોરે કામની જગ્યા પર ઠંડુ ટિફિન આજે વરસોથી ખાઈ લે છે જે તરફ કોઈની નજર કેમ જતી નહીં હોય?
તમારા આખા ઘરની વાજબી ગેરવાજબી જરૂરિયાતો શાકભાજી કરીયાનું તેલ ચાહ ખાંડ દવા દારૂ સ્કૂલ કોલેજની ફી તમારી ટ્યુશન ફી તમારી ગાડીના પેટ્રોલના રૂપિયા લાઈટબીલ વેરાબીલ ભાડું મકાનના હપ્તા સહિત કેટલા બધા ખર્ચા તમારા પિતાની આવકમાંથી થાય છે એ ગણવા બેસશો તો પાર નહીં આવે.
પિતાની વિશાલ છાતીમાં પરિવારના દુનિયાભરના દુઃખ દર્દ તકલીફો મુસીબતો આફતો દરિયાની જેમ ક્યાંય સમાઈ જાય છે કોઈને ખબર પડતી નથી પિતાને તમે કદી પોતાના ગુણગાન ગાતા જોયા નહીં હોય માં તો ઘરમાં હમેશા કહેતી હોય છે હું છું તો ટકી રહી છું બીજી કોઈ હોય તમારા બાર વાગી જાય .
પિતા છે તો દુનિયા તમારી છે દુનિયાના લોકો તમારા છે સગાસબંધીઓ તમારા છે
તમે જો આજે તમારા માતાપિતા સાથે રહેતા હોય તો ધરતી પર સ્વર્ગ તમારા ઘરમાં જ છે એમ કોઈ દિવસ પણ કહેશો નહીં કે મારા માતાપિતા મારા સાથે રહે છે માતાપિતા આ ધરતી પરના સાચા જીવતા જાગતા ભગવાન છે અને ભક્તોએ હમેશા ભગવાનની છત્રછાયામાં ભગવાનના ચરણોમાં જ રહેવાનું હોય છે

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા.
સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!