આર.સી. મિશન શાળા વડતાલ માં નાતાલ પર્વની ઉજવણી કરાઈ

આર.સી. મિશન શાળા વડતાલ માં નાતાલ પર્વની ઉજવણી કરાઈ
૨૩ ડિસેમ્બર ૨૦૨૨ શુક્રવારે શાળા પટાંગણમાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભગવાન ઈસુ ના જન્મ જયંતી ની ઉજવણી કરાઈ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન રેવ. ફાધર સુધીર પરમાર ઉપસ્થિત રહ્યા હતા હાલમાં તેઓ દક્ષિણ આફ્રિકા માં સેવા કાર્ય કરી રહ્યા છે. શુભ શરૂઆત મહેમાન ના આવકાર સાથે પ્રાર્થના થી કરવામાં આવી હતી તેની રૂપ રેખા આ મુજબ છે. દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનો નો પરિચય શીલાબેન દ્વારા કરવામાં આવ્યો હતો મહેમાનશ્રીઓનું ફૂલહાર થી સ્વાગત શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધોરણ એક ના વિદ્યાર્થી મિત્રો દ્વારા કેરલ સિંગિંગ તૈયાર કરાવનાર શીલાબેન, ધોરણ બે નું ગીત તૈયાર કરાવનાર જયશ્રીબેન ધોરણ ત્રણ નું ગીત તૈયાર કરાવનાર નીતાબેન ધોરણ ચાર નું ગીત તૈયાર કરાવનાર વિકાસભાઈ ધોરણ પાંચ નું ગીત પ્રિયંકાબેન દ્વારા ધોરણ છનું ગીત રાજેશભાઈ દ્વારા સાથે ગરબો અને ડાન્સ, ધોરણ સાત નું ગીત તથા નાટક અતુલભાઇ દ્વારા ધોરણ 8 ના વર્ગ શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા ફિલ્મી ડાન્સ, ભજનમંડળ, તથા કેરલ સિંગિંગ બાળકો ને તૈયાર કરાવ્યા હતા. ભજનમડળનું મહત્વ તેઓએ સમજાયું હતું નવ વાગે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ બાર વાગે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો શાળાના મેનેજર શ્રી રેવ ફાધર, થોમસ દ્વારા આશીવચનો ઉચ્ચારીયા હતા. સંધ્યાદિપના સિસ્ટર તેજના દ્વારા સુંદર ગીત ગાયું હતું આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા મંચ ની શોભા વધારી હતી. તેઓનું પુષ્પગુચ્છથી શાળા પરિવાર ના શિક્ષક મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.હતું
કાર્યક્રમ નિહાળ્યા પછી મુખ્ય મહેમાનશ્રી રેવ. ફાધર સુધીરે શુભેચ્છાઓ પાઠવી હતી . બાળ મિત્રો તમને બધાને જોઈને મને ખૂબ આનંદ થાય છે. તેવું જણાવ્યું હતું
આભાર વિધિ શાળાના શિક્ષકશ્રી રાજેશભાઈ દ્વારા આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા સુંદર કાર્યક્રમ ની શુભેચ્છાઓ પાઠવી હતી અંતે રાષ્ટ્રગાન વિકાસ સર દ્વારા ભગવાન ઈસુની જન્મ જયંતી ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી વિધાર્થી મિત્રો ને કેક મહેમાન ફાધર સુધીર દ્વારા મેનેજરશ્રી રેવ. ફાધર થોમસ દ્વારા ચોકલેટ બિસ્કિટ આપવામાં આવી હતી. કાર્યક્રમ ના ઈ. ચાર્જ શીલાબેન પરમાર નો ખૂબ ખૂબ આભાર. સફળ કાર્યક્રમ બદલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756