સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતનો સેમી ફાયનલમા પ્રવેશ

સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતનો સેમી ફાયનલમા પ્રવેશ
ગુજરાત હેન્ડબોલ ટીમનુ ઐતિહાસીક પ્રદર્શન
હેન્ડબોલ ફેડરખશન ઓફ ઇન્ડીયાના ઉપક્રમે હેન્ડબોલ એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે આયોજીત ૫૧મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપમા ગુજરાતની ટીમે નોધપાત્ર દેખાવ કરતા ઇતિહાસમા પ્રથમવાર ગુજરાતની ટીમે સેમિફાયનલમા પ્રવેશ કરેલ છે.
લીગ રાઉન્ડમા દાદરાનગર હવેલી સામે ૪૧-૧૯થી, આસામ સામે ૧૭-૫ થી, ઝારખંડ સામે ૩૨-૨૩ સાથે તમામ મખચ જીતી પુલમા પ્રથમ સ્થાને રહેલ. પ્રિ-ક્વાર્ટર મા હિમાચલ પ્રદેશને ૪૧-૨૪ થી હરાવી ક્વાર્ટર ફાયનલમા પ્રવેશ મેળવેલ જેમા પંજાબ સામે ૪૧-૪૦ થી જીત મેળવી સેમીફાયનલ મા પ્રવેશ મેળવી સિનિયર નેશનલમા મેડલ કન્ફર્મ કરેલ છે. આજે ૨૮/૧૨/૨૦૨૨ના રોન સેમીફાયલમા સર્વીસીસ સામે ગુજરાત પોતાનુ દમ દેખાડશે. બીજી સેમીફાયનલ મધ્યપ્રદેશ અને દિલ્હી વચ્ચે રમાશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756