એચ. એલ. પટેલ હાઇસ્કૂલ, સામરખા ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજાયો

એચ. એલ. પટેલ હાઇસ્કૂલ, સામરખા ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજાયો
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વકૅ, એન.એસ.પટેલ.આર્ટસ (ઓટોનોમસ) કોલેજ,આણંદના સંયુક્ત ઉપક્રમે એચ. એલ.પટેલ હાઇસ્કૂલ, સામરખા ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં ધો. 6 થી 12 ના કુલ 162 વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો. કાયૅક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી, રીપલ ડાભી અને વિશ્વા બારોટ દ્વારા વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી અને ઉદાહરણો આપીને “સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ” વિશેની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ જાતીય સંવેદનશીલતા વિષય પર પોતાના વિચાર રજૂ કરી શકે તે હેતુથી તેઓને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા હતા અને તેના પર ચર્ચાવિચારણા કરવામાં આવી અને ખુબ જ સરસ રીતે વિદ્યાર્થીઓ દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ કામની વિભાજણીની પ્રવૃતિ કરાવવામાં આવી. જેન્ડર અને સેક્સ વચ્ચેનો તફાવત ઉંડાણપૂર્વક સમજાવવામાં આવ્યો હતો. જાતીય સતામણી શું છે તે દશૉવતો વિડીયો અને તે પરિસ્થિતિ ઉભી થાય તો કોણ તેમને મદદરૂપ બની શકે તે માટે ચાઇલ્ડ લાઇન 1098 નંબર અંગેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યશાળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો.
અંતે શાળા પરિવાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને સેશનની પૂણૉહૂતી કરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756