મહેસાણા : સાલડી ખાતે ડાયરાની તડામાર તૈયારી.

ભવ્ય, દિવ્ય અને અલૌકિક સ્વયંભુ પ્રગટ શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર
ભવ્યાતિભવ્ય પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું છે જે અંતર્ગત તા, ૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર ખાતે જાણીતા લોક સાહિત્ય કાર કિર્તીદાન ગઢવી ના ભવ્ય ડાયરાનું આયોજન કરાયું છે દરેક શ્રધ્ધાળુઓને ભવ્ય ડાયરામાં ઉપસ્થિત રહેવા શ્રી પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત ના અત્યંત પવિત્ર તિર્થ સ્થાન સમાન સ્વયંભુ શ્રી પીંપળેશ્વર મહાદેવ નું ભવ્ય મંદિર નવ નિર્મિત કરાયું છે, કરોડો રૂપિયા ના ખર્ચે કલાત્મક કોતરણી ધરાવતા ભવ્ય અને દિવ્ય શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી પીંપળેશ્વર મહાદેવ પરિવાર દેવતાઓની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે, તા ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ભવ્યાતિભવ્ય કાર્યક્રમો નો શુભારંભ કરાશે જે અંતર્ગત આયોજીત ડાયરા કાર્યક્રમમાં પ્રાણ પ્રતિષ્ઠાને અનુરૂપ ઉછામણીઓ પણ કરવામાં આવશે.
ભવ્ય ડાયરા કાર્યક્રમમાં દાતા શ્રીઓ, વિશિષ્ટ મહાનુભાવો, ઉદ્યોગ સાહસિકો સહિત હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.
ઐતિહાસિક લાંઘણજ ગામ નજીકના સાલડી ખાતે આવેલ સ્વયંભુ પ્રગટ શ્રી પીંપળેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજીત પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દાતાઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ભવ્ય ડાયરામાં ઉપસ્થિત રહેવા તમામ શ્રધ્ધાળુઓને શ્રી પીંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ભાવભિનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756