જામનગર : ૩૪ ટુકડીઓ સાથે શહેર માં વીજ તંત્રના પૂન: દરોડા.

જામનગર : ૩૪ ટુકડીઓ સાથે શહેર માં વીજ તંત્રના પૂન: દરોડા.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા પખવાડિયાના વિરામ પછી નવા વર્ષના પ્રારંભની સાથે જ આજે ફરીથી શહેરી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ઠેર ઠેર વિજ દરોડાઓ પાડવામાં આવ્યા છે, અને શહેરના સ્લમ વિસ્તારમાં ૩૪ જેટલી ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેથી વિજચોરોમાં દોડધામ થઈ છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની દરબારગઢ, પટેલ કોલોની, અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની ચેકિંગ ડ્રાઈવ દ્વારા આજે શહેરમાં પખવાડિયાના વિરામ પછી ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે વીજ તંત્રની કોલ ૩૪ ટુકડીઓને ચેકિંગ માટે ઉતારવામાં આવી છે. તેઓની મદદ માટે ૧૬ એસઆરપી ના જવાનો, ૧૫ લોકલ પોલીસ, ૮ નિવૃત્ત આર્મીમેન તેમજ ત્રણ વિડીયોગ્રાફરોની મદદ લેવામાં આવી રહી છે.
જામનગર શહેરના ખાસ કરીને બચુ નગર, વાઘેરવાડો, અંબાજીનો ચોક, રંગૂનવાલા હોસ્પિટલ, બેડી, થરીપાડો, માધાપર ભુંગા અને નવાગામ સહિતના સ્લમ એરિયામાં વહેલી સવારથીજ વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાથી વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300