જામનગર : મિલકત વેરા શાખા દ્વારા વધુ 18 આસામીઓ પાસેથી 5.89 લાખની વસુલાત

જામનગર : મિલકત વેરા શાખા દ્વારા વધુ 18 આસામીઓ પાસેથી 5.89 લાખની વસુલાત
Spread the love

જામનગર : મિલકત વેરા શાખા દ્વારા વધુ 18 આસામીઓ પાસેથી 5.89 લાખની વસુલાત

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાંથી બાકી વેરો વસૂલવા માટેની ઝુંબેશને વેગવંતી બનાવી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ગઈકાલે શહેરના કુલ ૧૮ આસામીઓ પાસેથી ૦૫ લાખ ૮૯ હજારની બાકી રોકાતી વેરાની રકમ વસૂલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા ઘ્વારા શહેરના વોર્ડ નં.૨ માં ર આસામી પાસેથી રૂ.૪૭,૯૮૦ની બાકી રોકાતી વેરાની રકમ સ્થળ પર વસૂલ કરવામાં આવી છે. જયારે વોર્ડ નં.૪ માં ૧ આસામી પાસેથી રૂ.૩૨,૫૩૭ ની વેરાની રકમ વસુલ કરાઈ છે.

આ ઉપરાંત વોર્ડ નં.૭ માં ૧ આસામી પાસેથી રૂ.૧૫,૪૦૦, વોર્ડ નં.૧૦ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૧,૫૦,૦૦૦, વોર્ડ નં.૧૪ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૯૦,૩૦૧, વોર્ડ નં.૧૫ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૧,૮૬,૪૦૦, વોર્ડ નં.૧૭ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૪૧,૨૭૯ અને વોર્ડ નં.૧૯ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૨૬,૦૨૦ સહિત કુલ-૧૮ આસામીઓ પાસેથી રૂ.૫,૮૯,૯૧૭ ની વસુલાત કરવામાં આવી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!