જામનગર : વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન.

જામનગર : વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન.
Spread the love

જામનગર : વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન.

શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) દ્વારા આગામી તા. ૧૪ જાન્યુઆરી નાં રોજ શ્રી વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે નાગેશ્વર કોલોની જામનગર ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યું છે, આ શોભાયાત્રા ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ શનિવાર ના રોજ જામનગર ના નાગેશ્વર કોલોની વ્હોરા ના હજીરા પાસે થી સવારે ૯:૦૦ વાગ્યે પ્રસ્થાન કરી નાગેશ્વર વિસ્તાર માં ભ્રમણ કરી ત્યારબાદ કોળી સમાજ ની વાડી નાગેશ્વર પાર્ક ખાતે વિરામ કરવામાં આવશે.

આ સમગ્ર શોભાયાત્રા નું આયોજન શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) ના તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા માં વડીલો, ભાઇઓ,બહેનો અને યુવાનો તથા મિત્ર મંડળો ને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેવું શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) ના જયેશ બારૈયા તથા અલ્પેશ ગુજરીયા ની યાદી માં જણાવ્યુ છે..

રિપોર્ટ : ચિરાગ ગજરા,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!