જૂનાગઢ જિલ્લામાં હથિયારબંધી અને વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકાયો

જૂનાગઢ જિલ્લામાં હથિયારબંધી અને વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકાયો
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં લોકોની સલામતી જળવાઈ રહે, કોઈ અસામાજિક તત્વો ધ્વારા ગુનાહિત કૃત્ય આચરવામાં ન આવે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર લાકડી, હથિયારો, ચપ્પુ, છરી, લાઠી, દંડા, પાઈપ, સળિયા જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામું જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
તેમજ કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવા કે સળગાવવા, છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યોથી અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય, અશ્લીલ ચેનચાળા, ગીતો ગાવા, ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, આવી નિશાનીઓ દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો
ઉકત પ્રતિબંધાત્મક હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેના ઉપરી અધિકારીશ્રીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યકિતઓને હથિયાર લઈ જવાની બાબત માટે, પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાની ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટે લાગુ પડશે નહીં.
તેમજ શારીરિક અશકિતને કારણે લાઠી લઈ જવા પર કે શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી હોય તેવા વ્યક્તિઓને પણ આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર કે પાલન ન કરવા બદલ તે વ્યક્તિ વિરુદ્ધ નિયમાનુસાર કેદની શિક્ષા અને દંડને પાત્ર બનશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300