પાટણના ગજા પ્રા. શાળાના વિધાર્થીઓ અને સ્ટાફે ગુણકારી લીમડાના મોર નો ઉકાળો પીધો..

પાટણના ગજા પ્રા. શાળાના વિધાર્થીઓ અને સ્ટાફે ગુણકારી લીમડાના મોર નો ઉકાળો પીધો..
પાટણના ગજા પ્રા. શાળાના વિધાર્થીઓ અને સ્ટાફ પરિવારે ચૈત્ર માસમા ગુણકારી લીમડાના મોર નો ઉકાળો પીધો..
પાટણ તાલુકાના ગજા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વસ્થ અને નિરોગી રાખવાના ઉદેશ સાથે શાળાની શિક્ષિકા બહેનો દ્વારા પોતાના ઘરે થી લીમડા ના છોડ પર આવેલ મોર નો ઉકાળો બનાવી ને શાળામાં અભ્યાસ કરતાં દરેક વિધાર્થીઓને તેમજ સ્ટાફ પરિવારને પીવડાવવામાં આવ્યો હતો.
ચૈત્ર માસની ગ્રિષ્મ ઋતુમાં લીમડા ના મોર નો ઉકાળો તંદુરસ્ત અને સ્વસ્થ શરીર માટે ખૂબ જ ઉપકારક હોવાથી ગજા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો
એ શાળાના બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પોતાના ઘરેથી ઉકાળો બનાવી લાવી શાળામાં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓને તેમજ સ્ટાફ ને પીવડાવ્યો હતો. સાથે સાથે વિધાર્થીઓને ચૈત્ર મહિના લીમડાના મોર નાં ઉકાળા નું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.લીમડાના મોર નો રસ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 88 જેટલાં બાળકો સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ચૈત્ર મહિના મા લીમડાના મોર નું રસ પાન કરી શિક્ષિકા બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300