પાટણમાં બહુચર માતા ની શોભાયાત્રા ના માર્ગ પર રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારની રંગોળી નું આકર્ષણ

પાટણમાં બહુચર માતા ની શોભાયાત્રા ના માર્ગ પર રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારની રંગોળી નું આકર્ષણ
Spread the love

પાટણમાં બહુચર માતા ની શોભાયાત્રા ના માર્ગ પર રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારની રંગોળી નું આકર્ષણ

પાટણમાં બહુચર માતા ની શોભાયાત્રા ના માર્ગ પર રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારની રંગોળીઓએ આકર્ષણ ઊભું કર્યું

પાટણ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ વિવિધ પ્રસંગોમાં રંગોળીઓ બનાવી રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારે પાટણ ને ગૌરવ અપાવ્યું..


કલા – સંગીત ની પાટણ નગરીમાં અનેક કલાકારોએ પોતાની આગવી કલા શૈલી થી પાટણ શહેરને ગૌરવ પ્રદાન કર્યુ છે.ત્યારે છેલ્લા પંદર વર્ષ થી પાટણ શહેર સહિત ગુજરાતના વિવિધ શહેરોની સાથે સાથે અન્ય રાજયોમાં પણ ધાર્મિક – સામાજિક,શૈક્ષણિક અને રાજકીય કાર્યક્રમો ના સ્થળો પર વિવિધ પ્રકારની રંગોળી બનાવી રંગોળી આર્ટિસ્ટ તરીકે આગવી ઓળખ ઉભી કરી પાટણ શહેરને ગૌરવ અપાવનાર શહેરના લાખેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ખરાદીવાડા મા રહેતા જયશ્રી રાકેશભાઈ ઉર્ફે સંજયભાઈ સુથારે ચૈત્ર સુદ-૧૧ ના પવિત્ર દિવસે પાટણ શહેર માથી નિકળેલ મોઢ મોદી જ્ઞાતિ સમાજની શ્રી બહુચર માતાજીની શોભાયાત્રામાં મદારસા થી લઈને શહેરના સિધ્ધિ સરોવર શ્રી બહુચર માતાજી ના મંદિર સુધી ના 28 થી વધુ માગૅ પર વિવિધ પ્રકારના રંગો માથી આકષૅક અને નયનરમ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

શોભાયાત્રા ના માગૅ પર વિવિધ પ્રકારની નયનરમ્ય રંગોળી તૈયાર કરવામાં જયશ્રી સુથાર ને તેમના પતિ રાકેશભાઈ ઉર્ફે સંજયભાઈ અને તેમની દીકરી શિવાની નો પણ સહયોગ સાંપડ્યો હતો. પાટણ શહેરમાં નીકળેલી શ્રી બહુચર માતાજીની શોભાયાત્રા ના માગૅ પર બનાવવામાં આવેલ એક થી એક ચડીયાતી રંગોળી
નિહાળી પાટણ ના નગરજનો સાથે પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ પરિવાર મંત્રમુગ્ધ બની રંગોળી આર્ટિસ્ટ જયશ્રી સુથારની રંગોળી કલા ને સરાહનીય લેખાવી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!