જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણાથી કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ, અસ્પી કૃષિ મહાવિદ્યાલય, ખાપટની રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો ઉદ્ઘાટન સમરોહ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે શ્રી જીવનપ્રકાશ વોલ્યુન્ટરી બ્લડ બેન્ડના ડિરેક્ટરશ્રી અને જૂનાગઢના અગ્રણી પેથોલોજીસ્ટ શ્રી ડો.જી.કે.ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું.


તેમજ આ રક્તદાન કેમ્પમાં અંદાજે ૨૬૭ જેટલા ૨કતદાતાઓએ રકતદાન કરીને ઉમદા ફરજ બજાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગના સહ પ્રાધ્યાપકશ્રી ડો.એમ.કે.ઘેલાણીએ આર્થિક સહયોગ પૂરો પાડયો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.જે.આર.તળાવીયા, શ્રી ડો.એચ.વી.સોલંકી, મદદનીશ કુલસચિવશ્રી ડો.બી.વી.પટોળીયા, શ્રી ડો.એસ.વી.ઊંઘાડ વગેરે કર્મગીઓએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.બી.જાદવ, કુલસચિવશ્રી ડો.વાય.એચ.ઘેલાણી, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ શ્રી ડો.આર.એમ.સોલંકી, કૃષિ મહાવિદ્યાલય જુનાગઢના આચાર્ય અને ડીનશ્રી ડો.જે.બી.પટેલ, બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો.ડી.કે.વરુ, કૃષિ ઈજનેરી અને ટેકનિકલ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી ડો.એચ.કે.રાંક, અસ્પિ કૃષિ મહાવિદ્યાલય, ખાપટના આચાર્યશ્રી ડો.એચ.આર.વદર, પીજીઆઈ એબીએમના આચાર્યશ્રી ડો.સી.ડી.લખલાણી, વિવિધ વિભાગના વિભાગીય વડાશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!