જૂનાગઢ જિલ્લામાં સભા સરઘસ ભરવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું

જૂનાગઢ જિલ્લામાં સભા સરઘસ ભરવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું
Spread the love

જૂનાગઢ જિલ્લામાં સભા સરઘસ ભરવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હાલમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સુલેહ શાંતિનું વાતાવરણ બની રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા વગર પરવાનગીએ કોઈપણ પ્રકારના સભા કે સરઘસ કાઢવા ન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર આગામી તારીખ ૧૮-૦૪-૨૦૨૫ સુધી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે કે ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર, કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે.
ઉકત હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહીં.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!