જૂનાગઢ જિલ્લામાં રોકાતા મુસાફરોની યાદી પથિક વેબ પોર્ટલ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત

જૂનાગઢ જિલ્લામાં રોકાતા મુસાફરોની યાદી પથિક વેબ પોર્ટલ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત
Spread the love

જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહકો, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત રહેશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાના કારણોસર અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથી ગૃહ, વિશ્રામગૃહ, સમાજ વાડી, બોર્ડિંગ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા નિવાસ, ફાર્મ હાઉસ, રિસોર્ટ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલના માલિક અથવા સંચાલકે અવશ્ય રીતે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ અંગેના તમામ નિયમો અનુસરવાના રહેશે.
ઉપરોક્ત તમામ સ્થળોએ રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજિસ્ટર થયેલ હોટેલ ધારક જ ક્રાઈમબ્રાંચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા ૨૪ કલાકની અંદર જ ફરજીયાત રીતે એન્ટ્રી કરવાની રહેશે. આ માટે http://pathik.guru/ વેબ પોર્ટલ પરથી માહિતી મેળવી શકાશે.
જેમાં તમામ મુસાફરો કે ગ્રાહકોના માન્ય આઈ.ડી. પ્રૂફની નકલમાં સહી કરાવીને અપલોડ કરવાના રહેશે. તેમજ રજિસ્ટરમાં પણ નોંધ કરવાની રહેશે. ત્રણ મહિના સુધીના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાચવી રાખવાના રહેશે. કોઈપણ શંકાસ્પદ મુસાફરો કે ગ્રાહકોની માહિતી તાત્કાલિક રીતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
આ જાહેરનામું જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તારીખ ૩૦/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનારી વ્યક્તિ વિરુદ્ધ નિયમાનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!