નાડોદા રાજપૂત સમાજ દ્વારા અબીયાણા દ્વારા વચ્છરાજએ જતા પદયાત્રીઓ માટે કેમ્પ નું આયોજન..

નાડોદા રાજપૂત સમાજ સેવા કેમ્પ : અબીયાણા દ્વારા વચ્છરાજએ જતા પદયાત્રીઓ માટે ભવ્ય કેમ્પ નું આયોજન..
રણમાં 45 ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે અબીયાણા દ્વારા સેવા કેમ્પ..સેવા કેમ્પ છેલ્લા 13 વર્ષથી ચાલુ કરાયો છે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના નાડોદા રાજપૂત સમાજના યુવાનો દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સેવા કેમ્પ આશરે 13 વર્ષથી ચાલુ કરેલ છે.
જે રણ મધ્યે વચ્છરાજ દાદાની જગ્યા થી કચ્છ તરફ આવેલ ધાર્મિક સ્થળો રવેચીધામ, મોમાઈ મોરા અને કચ્છ બાજુ થી દાદા ની જગ્યાએ જતા પગપાળા ભક્તો ને સેવા સગવડ મળી રહે તે માટે દાદાની જગ્યાથી રણમાં 13 કીમી પહેલાં આશરે અંતરથી અને પલાસવા ગામની બાજુથી અને કેમ્પ રણ માર્ગ આશરે 65 કિમી દુર કેમ્પ છે.
આ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધા જેમ કે ઠંડુ પાણી, જમવાનું, ચા નાસ્તા,તરબૂચ અને કોઈ આકસ્મિક સગવડ માં ગાડી બાઇક ને પંચર, પેટ્રોલ અને ખરાબ ગાડી ને ટોઈંગ કરી યોગ્ય જગ્યાએ ભક્તો દ્વારા પહોંચાડવા મદદ કરે છે.વાછરાદાદાએ ચૈત્ર સુદ એકમથી લઈને પુનમ સુધી પગપાળા યાત્રાળુઓ બહુ આવે છે એમના સેવાકાર્ય માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં દાનની ભેટ આવે છે તે વચ્છરાજ દાદા ના ગૌશાળા માં ઘાસચારા માટે આપી દેવામાં આવે છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300