હારીજના જુના કલાણા મોઝી મોગલ માતાજીના સાનિધ્યમાં જાતર યોજાઈ…

હારીજના જુના કલાણા મોઝી મોગલ માતાજીના સાનિધ્યમાં જાતર યોજાઈ…
પાટણ જીલ્લાના હારીજ તાલુકાના જુના કલાણા ગામે બિરાજમાન શ્રી મોઝી મોગલ માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદ દશમના રોજ માતાજીના સાનિધ્યમાં રમલ યોજાઈ હતી.માતાજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોજનો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા.પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીની બાધા માનતા પુરી કરવા આવેલા ભક્તોનું ઘોડાપુર ઉંટમયું હતું.માતાજીના ઉપાસક દેસાઈ ઈશ્વરભાઈ ભુવાજી ,દેસાઈ દશરથભાઈ તથા પરિવાર દ્વારા માતાજીના દર્શન કરવા આવેલ ભક્તજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વહેલી પરોઢે માતાજીના તેલ ફુલેકા લઈ માતાજીની બાધા માનતા પુરી કરવા આવેલા પરિવારોમાં આઠ દિકરાઓનું નામ કરણ ઈશ્વરભાઈ ભુવાજીએ કર્યું હતું.મોટી સંખ્યામાં ભક્તજનોએ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300