જામનગર ના જ્યોતિપાર્ક માંહવે પોલીસ બે જીપ તેમજ ત્રણ મોટરસાયકલ થકી રાત્રિ પેટ્રોલિંગ કરશે

જામનગર ના જ્યોતિપાર્ક માંહવે પોલીસ બે જીપ તેમજ ત્રણ મોટરસાયકલ થકી રાત્રિ પેટ્રોલિંગ કરશે
જામનગર લોકાર્પણ : જામનગરની જ્યોતિ પાર્ક સોસાયટીમાં ગઈકાલે ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં કેટલી રકમની ચોરી થઈ તે અંગે કશું બહાર આવ્યું નથી. જોકે આ મામેલ સ્થાનિકોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ પોલીસની પણ આંખ ઉઘડતા પંચકોશી બી. ડિવિઝન પોલીસ દ્વારા બે સરકારી જીપ અને ત્રણ સરકારી બાઇક થકી નાઈટ પેટ્રોલિંગ સધન બનાવાયું છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલ જયોતિપાર્ક -2 સોસાયટીમાં કોઈ તસ્કરોએ ત્રણ મકાન અને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મકાનમાલિકે બુમાબુમ કરતા ત્રણ તસ્કરો ભાગી છૂટ્યા હતા. તો આ મામલે સ્થાનિકો ફરિયાદ ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરી બાદ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે સતર્કતા દાખવામાં આવી રહી છે.
જેને લઈને પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ સોસાયટી સાહિતના અનેક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ ગોઠવવામાં શરૂ કરાયું છે અને પોલીસની બે જીપ તેમજ ત્રણ મોટરસાયકલ ઉપર રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. તમામ સોસાયટીઓમાં પોલીસ તંત્ર દ્વારા
રાત્રી ફેરા શરૂ કરી દેવાયા છે. સાથોસાથ ચોરીનો પ્રયાસ કરવા માટે આવેલા તસ્કરોને શોધવા માટે પણ કવાયત હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે ચોરી સહિતના બનાવો બાદ જ પોલીસને કામગીરીનું શૂરાતન ચડતું હોય છે ત્યારે હજુ પણ જામનગરની અનેક સોસાયટીઓ રેઢીપટ્ટ છે જેમાં પોલીસ નાઈટ પેટ્રોલીંગ વધારે તેવી શહેરીજનો માંગ ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : ચિરાગ ગજરા,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300