ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માની યુવતીને પતિ , દિયર અને સાસરીયા દ્વારા અપાતો ત્રાસ.

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માની યુવતીને પતિ , દિયર અને સાસરીયા દ્વારા અપાતો ત્રાસ.
ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં માર્કેટ યાર્ડ પાસે રહેતા એક ભાઈની દીકરીને અંબાજી પરણાવી હતી
ત્યાં સાસરીમાં તેના પતિ દિયર અને સાસરિયાઓ દ્વારા વારંવાર ત્રાસ આપી બીભસ્ત ગાળો બોલી અજુગતું વર્તન કરી ઢોર મારવામાં આવ્યો છે
દીકરીને તેના ત્રણ સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ની તેના પતિ દિયર અને સાસરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ પોલીસ તપાસ કરી રહી છે
ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં રહેતા રમેશકુમાર આશાનંદ મણીયાર સિંધી ની દીકરી એકતાની અંબાજી ખાતે 2006 માં પરણાવી હતી
પરણાવે બાદ થોડો સમય સારું ચાલ્યું પછી આ દીકરી સાથે વારંવાર ત્રાસ ગુજારવાનું ચાલુ કરેલ તેને બે દીકરા અને એક દીકરીનો જન્મ થયેલ છે
તેના પતિ જીતેન્દ્રકુમાર નંદુભાઈ મેલવાણી અને તેમના દિયર નવીનભાઈ નંદુભાઈ મેલવાણી શક્તિ ધારા સોસાયટી અંબાજી ખાતે રહે છે
તારીખ 22 12 2022 ના રોજ તેમના પતિ ઘરે આવતા જમવાનું કેમ આવું બનાવ્યું છે તેમ કહી માર જોડ તેમજ બિસ્ત ગાળો બોલી તેને ઢોર માર મારવામાં આવેલો
માર સહન ન થતા દીકરીએ તેના પિતાની અંબાજી ખાતે બોલાવેલા તેના પિતાએ દીકરી અને સંતાનો સાથે ખેડબ્રહ્મા લાવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી જેની તપાસ હાલ ચાલુ છે
પરંતુ વચ્ચેના સમય ગાળામાં દીકરીને અમે કોઈ પણ જાતની તકલીફ નહીં આપી એ તેમ કરી લઈ જતા ફરી પણ એ જ પરિસ્થિતિ ઉદ્ભવવા પામી છે
નારી તું નારાયણી, દીકરીને ગાય દોરે ત્યાં જાય
જ્યાં નારીનું વારંવાર અપમાન થતું હોય
તેવા પતિ દિયર અને સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે તેવું દીકરીની ફરિયાદ છે
દીકરી ન્યાય માટે અને સંસાર સારો ચાલે તે માટે મથામણ કરી રહી છે
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300