કલેકટર રચિત રાજનો કાર્યક્ષમતા વધારવા ‘બોટમ અપ અભિગમ’

કલેકટર રચિત રાજનો કાર્યક્ષમતા વધારવા ‘બોટમ અપ અભિગમ’
Spread the love

કલેકટર રચિત રાજનો કાર્યક્ષમતા વધારવા ‘બોટમ અપ અભિગમ’

 

જિલ્લાના દરેક તાલુકાના શિરેસ્તેદાર અને નાયબ મામલતદાર સાથે બેઠક યોજી

 

સમય મર્યાદામાં મહેસુલી, ચૂંટણી સહિતની કામગીરી કરવા માટે સૂચના અપાય

જૂનાગઢ : કલેકટરશ્રી રચિત રાજે કાર્યક્ષમતામાં વધારવા માટે બોટમ અપ અભિગમ અપનાવ્યો છે. એટલે કે, તાલુકા કક્ષાએ મહેસુલી, ચૂંટણી સહિતની કામગીરીમાં ફરજરત શિરેસ્તેદાર અને નાયબ મામલતદાર સાથે બેઠક યોજી, ચોકસાઈ પૂર્વક અને સમય મર્યાદામાં કામગીરી કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

મહેસુલી વિભાગના અધિકારી કર્મચારી સાથેની આ બેઠકમાં ઈ ધરા, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, આઈઆરસીએમએસ, આરએફએમએસ, ડિસ્ટ્રિક્ટ સ્કોર મેટ્રિક્સ, iOra, સમાજ કલ્યાણની યોજનાઓ અને ચૂંટણીકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા, ફરિયાદ નિવારણ સહિતના મુદ્દે કલેકટરશ્રી રચિત રાજે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં તાલુકા કક્ષાએ પ્રજાકીય કામગીરીની સમયાંતરે સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી મહેસુલી કામગીરીમાં નિયત માપદંડો સિદ્ધ થઈ શકે.

ઈપીઆઇસી એટલે કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરીને વધુ તેજ બનાવવા માટે ફોર્મ છ-બી નું કલેક્શન માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રી રચિત રાજે ‘નો  પેડેન્સી’ની નેમ સાથે કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!