મતદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા શરૂ કરાયેલ ઝુંબેશમાં

મતદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા શરૂ કરાયેલ ઝુંબેશમાં
મતદારોને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવા અનુરોધ
જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રી દ્વારા બુથ લેવલ ઓફિસરને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરાઈ
જૂનાગઢ : મતદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા અને ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે ના ભાગરૂપે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણી કાર્ડને આધારકાર્ડ લિંક કરવાનું હેતુ મતદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવાનો તેમજ મતદાર યાદીની એન્ટ્રીનું પ્રમાણીકરણ કરવાનું છે. તેમજ મતદાર ઓળખ કાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાથી ડુપ્લીકેટ એન્ટ્રી અને બોગસ નામોને દૂર કરી અને ચૂંટણી પ્રક્રિયા વધુ વિશ્વસનીય બનાવવાનો છે. સ્થળાંતરીત મતદારો કે જેઓ વિવિધ મતદાર ક્ષેત્રમાં મતદાર યાદીમાં એક કરતાં વધુ વખત નોંધાયેલા હોઈ અથવા એક જ મત વિસ્તારમાં ઘણી વખત નોંધાયેલા નામોની ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડના લિન્કિંગ દ્વારા મતદાર યાદી વધુ શુદ્ધ થશે અને ગેર રીતે અટકાવવામાં પણ મદદરૂપ થશે.
હાલમાં ૮૬ જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ઓળખકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી તમામ બુથ લેવલ ઓફિસર દ્વારા ચાલુ છે. જૂનાગઢ વિધાનસભાના તમામ મતદારોને આ કામગીરીમાં બુથ લેવર ઓફિસરને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારો પોતાનું ઓળખકાર્ડ અને આધારકાર્ડ પોતાના બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા અથવા તો પોતે જાતે ઓનલાઇન www.nvsp.in અથવા google play store માંથી વોટર હેલ્પલાઇન એપ દ્વારા લિંક કરાવી શકે છે.
જૂનાગઢ ૮૬ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ સુશ્રી ભૂમિબેન કેશવાલા મત વિસ્તારના તમામ મતદારોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300