જૂનાગઢમાં આજે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

જૂનાગઢમાં આજે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રભરના ૬૪૯ સ્પર્ધકો ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે
જૂનાગઢ : જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ-૨૦૨૩ સ્પર્ધા યોજાશે. જેમાં સૌરાષ્ટ્રભરના ૬૪૯ જેટલા સ્પર્ધકો ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે.
ભવનાથ ખાતેની તળપદા કોળી સમાજની વાડી ખાતે તા.૨૪-૧-૨૦૨૩૩ના રોજ સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થનાર આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સમૂહગીત, લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ, ચિત્રકામ, સર્જનાત્મક કારીગીર, નિબંધ, લોકવાદ્ય સંગીત અને દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં ૭ થી ૧૩ વયજૂથના બાળકો પોતાના કલાના ઓજસ પાથરશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ જણાવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300