ખેરગામ : વાવ ગામમાં ખેતરમાં આગ લાગતા 2.50 લાખથી વધુનું નુકશાન

ખેરગામ : વાવ ગામમાં ખેતરમાં આગ લાગતા 2.50 લાખથી વધુનું નુકશાન
Spread the love

ખેરગામ : વાવ ગામમાં ખેતરમાં આગ લાગતા 2.50 લાખથી વધુનું નુકશાન

પ્રાપ્ત માહિતી મુજબ વાવ ગામે ગોડાઉન ફળિયામાં રહેતા મુકેશભાઈના ખેતરમાં તા.8 એપ્રિલના રોજ બપોરના સમયે લગભગ બે વાગ્યાની આસપાસ તેમના ખેતરમાં અચાનક આગ લાગી ગઈ હતી,અને આગ ધીરે ધીરે ખેતરમાં પ્રસરી ગઈ હતી.

ખેતરમાં અગાઉ શેરડી કરવામાં આવેલી હતી,જે શેરડીનો પાક કપાય જતા શેરડીની રાડ ખેતરમાં જ પડી હતી,જેને લઈને આગ વધુ વિકરાળ સ્વરૂપમાં આવતા સમગ્ર ખેતરમાં આગ ફેલાય ગઈ હતી.જેમાં ખેતરમાં 52 જેટલી કલમો જેની ઉપર કેરીનો પાક પણ ક્યાંક ક્યાંક આવેલો હોય આગની લપેટમાં મોટાભાગની આંબા કલમો બળી ગઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.ખેતરમાંથી હળવા દબાણ વાળી એલ ટી વીજ કંપનીની લાઇન ગયેલી હોય વીજ કંપનીના કર્મચારીઓની ટીમ આ બાબતે મુકેશભાઈની અરજી આધારે સ્થળ તપાસ કરવા માટે પહોંચી હતી.આંબા કલમની સાથે પીવીસીના 10 જેટલા પાઇપ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિની પાઇપલાઇન પણ બળી જતા આશરે 2.50 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના બાદ સરપંચ તેમજ તલાટીએ ઘટના સ્થળે પહોંચી પંચકયાસની કાર્યવાહી હાથ ધરી તાલુકામાં રીપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી.

રિપોર્ટ -વિશાલ પટેલ, વલસાડ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!