મીઠી વેદના

મીઠી વેદના
Spread the love

શીર્ષક : મીઠી વેદના

વર્ષાની ઝરમરમાં વીજળીની
ગર્જનમાં, દૂર વાદળ સરી જાય મારી અંદર.
કાળી ઘટા, મીઠી વેદના ,આગ પ્રજાળી દૂર વાદળ સરી જાય મારી અંદર.

વહેણમાં વહેવા માંડે સરોવરો,દિપ પ્રગટાવી પ્રેમની ગંગા વહાવી,
મારી આંખોમાં બેઠું છે ચોમાસું ,દૂર વાદળ સરી જાય મારી અંદર.

શિતળ પવન પ્રસારે ખુશ્બુ , જીવનમાં ચેતનભરી ઉષ્મા લાવે,
દિલનું કથન નયન પાંપણ બિછાવે,દૂર વાદળ સરી જાય મારી અંદર.

ચાંદ સાથે વિહરતો રહ્યો રાતભર, નયનમાં ધીરે ધીરે નિદ્રા પધારે,
આંખોમાં રજની કપાતી રહી , દૂર વાદળ સરી જાય મારી અંદર.

મેઘ – ધનુ ખેંચાય, તરસ જૂની કેમ છીપે ,વાદળની જેમ વરસી રહે.
વરસી અમૃત~ ધારા નયનથી, દૂર વાદળ સરી જાય મારી અંદર.©

આલેખન : બીજલ જગડ
મુંબઈ ઘાટકોપર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!