અંકલેશ્વર ખાતે UPLના યુનિટ 2ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ

અંકલેશ્વર ખાતે UPLના યુનિટ 2ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ
Spread the love

અંકલેશ્વર ખાતે UPLના યુનિટ 2ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ

ભારત વૈશ્વિક સ્ર્તરે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ પૂરી પાડતી યુપીએલ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુનાં હસ્તે અંકલેશ્વર, ગુજરાત ખાતેનાં યુનિટ ટુને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતેનાં યુનિટ ટુ એ કૃષિ ક્ષેત્રમાં ઊર્જા સંરક્ષણ માટેનાં અતુલનીય પ્રદાન બદલ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
ઊર્જા સંરક્ષણ અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ દ્વારા કરવામાં આવતા પ્રશંસનીય પ્રયત્નોની કદર તરીકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ આપવામાં આવે છે.
આ કાર્યક્રમનું આયોજન બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (ઊર્જા મંત્રાલય, ભારત સરકાર), વિકાસ ગર્ગ (હેડ-એઆઇ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા) અને શ્રી દિપક કુમાર ગર્ગ (યુનિટ હેડ, યુનિટ 02)એ આ કાર્યક્રમમાં યુપીએલનું પ્રતનિધિત્વ કર્યું હતું અને એવોર્ડ સ્વીકાર્યો હતો.
યુપીએલના ગ્લોબલ હેડ (સપ્લાય ચેઇન) રાજ તિવારીએ જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠીત એવોર્ડ સ્વીકારવા બદલ અમે આનંદ અને નમ્રતાની લાગણી અનુભવીએ છીએ. આ એવોર્ડ ઊર્જા સંરક્ષણ અને કાર્યક્ષમ ઊર્જા વપરાશને પ્રોત્સાહન આપવાનાં અમારા નિરંતર પ્રયત્નોનું પ્રમાણ છે. અમે કેમિકલ સેક્ટરમાં અમારી કામગીરી ચાલુ રાખવા માટે પ્રતિબધ્ધ છીએ. આ એવોર્ડ અમને કૃષિ ક્ષેત્રમાં સાતત્યતાને પુનઃવ્યાખ્યાયિત કરવાનાં અમારા મિશનને વધુ મજબૂત કરવા અને ખેડૂતો તથા પૃથ્વી પ્રત્યેની અમારી જવાબદારીને પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.”
ઊર્જા સંરક્ષણની દિશામાં યુપીએલના યુનિટ ટુ દ્વારા લેવામાં આવેલાં કેટલાંક પગલાંઓમાં AFR (એડવાન્સ ફ્લો રિએક્ટર ટેકનોલોજી)નો ઉપયોગ, સ્પિન ફ્લેશ ડ્રાયર (SFD) હીટ ઇન્ટીગ્રેશન વીથ કુલિંગ વોટર એન્ડ હીટ, પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ (PRV)ની જગ્યાએ બ્લેક પ્રેશર ટર્બાઇન ઇન્સ્ટોલેશન, એનર્જી એફિશિયન્ટ કુલિંગ ટાવર ફેન્સ, આરઓ પ્રોજેક્ટ માટે મિકેનિકલ વેપોર રીકમ્પ્રેશન સિસ્ટમ, એબ્સોર્પ્શન બેઝ્ડ સ્ટીમ પમ્પ દ્વારા લો-ગ્રેડ હીટ યુટિલાઇઝેશન, કમ્પ્રેસર વેસ્ટ હીટ સાથે સ્પિન ફ્લેશ ડ્રાયર હીટ ઇન્ટીગ્રેશન દ્વારા સ્ટીમ રીડક્શનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતાને અનુરુપ કંપનીએ તાજેતરનાં ભૂતકાળમાં ગુજરાતમાં હાઇબ્રિડ સોલર-વિન્ડ એનર્જી પાવર પ્લાન્ટ સ્થાપવા માટે મુંબઇ સ્થિત રીન્યુએબલ એનર્જી કંપની ક્લિનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ (‘CleanMax’) સાથે સંયુક્ત સાહસ કર્યું હતું. ઝડપથી વૃધ્ધિ પામતી આ બે ટેકનોલોજીનું મિશ્રણ કરીને પ્રોજેક્ટ યુપીએલને તેનાં કુલ વૈશ્વિક ઊર્જા વપરાશમાં રીન્યુએબલ એનર્જીનો હિસ્સો હાલનાં 8 ટકાથી વધારીને 30 ટકા કરવામાં મદદ કરશે. આ કેપ્ટીવ પ્રોજેક્ટથી પ્રતિ વર્ષ 1.25 લાખ ટન co2 e સમક્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાશે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!