ટ્રકમાં અનાજ ભરેલ બાચકાઓની આડશમાં વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી

ટ્રકમાં અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ-૪૦૨૦ (કુલ પેટી નંગ – ૩૩૫) કિ.રૂ.૧૮,૮૦,૩૪૦/- ની હેરફેર કરતા બે ઈસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૩૩,૨૧,૮૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમની પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ નાઓને આજ રોજ તા.૩૦/૦૧/૨૦૨૩ ના શરૂ રાત્રીના બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી વડીયા તરફથી બગસરા તરફ આવનાર છે. જે બાતમી હકિકત અન્વયે વોચ ગોઠવી બગસરા, બાયપાસ કળશ ચોકડી પાસેથી બાતમી હકિકત વાળો ટ્રક પકડી પાડી, ટ્રકમાં અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને પકડી પાડી, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) વરજાંગ કાંધાભાઇમોરી, ઉ.વ.૨૮, રહે.જુનાગઢ, સંજયનગર, ગ્રોફેટ મીલની બાજુમાં તા.જિ.જુનાગઢ. (૨) જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઇ વાઘેલા, ઉ.વ.૪૧, રહે.જાંબુડી, તા.વિસાવદર, જિ.જુનાગઢ.
પકડવાના બાકી આરોપીઓઃ- (૧) ધીરેન અમૃતલાલ કારીયા, રહે.જુનાગઢ
(૨) મુન્નાભાઇ રહે.જુનાગઢ.
(૩) લાખાભાઇ રબારી, રહે.જુનાગઢ.
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ – ૪૦૨૦ (કુલ પેટી નંગ ૩૩૫) કુલ કિ.રૂ.૧૮,૮૦,૩૪૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા આડશ માટે ઉપયોગમાં લીધેલ અનાજના બાચકા નંગ – ૨૬૨ કિ.રૂ.૧,૩૧,૦૦૦/- તથા તાડપત્રી ૧ કિં.રૂ.૫૦૦/- તથા ટાટા ટ્રક રજી. નંબર GJ-04-X-5856 કિ.રૂ.૧૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૩,૨૧,૮૪૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઈ અમરેલીયા, જાવેદભાઇ ચૌહાણ,તથા હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, સુખદેવભાઇ ગોંડલીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300