ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માગૅ સૌજન્ય ઝુંબેશ.

ખેડબ્રહ્મા: સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માગૅ સૌજન્ય ઝુંબેશ.
સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સલામતી માટે માર્ગ સૌજન્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી
ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ આઠ નવ અને 11 ના બાળકોને માર્ગ સૌજન્ય ઝુંબેશ અને રોડ સલામતી માટે નું જરૂરી માર્ગદર્શન સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું
18 વર્ષ પછીના ઉંમરના બાળકોને ટુ-વ્હીલર અને ફોરવીલર સાધન ચલાવવા માટે પ્રથમ લાયસન્સ મેળવવું જરૂરી હોય છે
સાથે સાથે ટ્રાફિકના નિયમોનું રોડ સલામતી માટે કઈ રીતે પાલન કરી શકાય તે માટે પીએસઆઇ જયદીપ દેસાઈ દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બે વાહનો વચ્ચે સ્પેસ રાખવી અન્ય વાહક ચાલકોને જ્ગ્યા આપવી, એમ્બ્યુલન્સ સેવા ઝડપી જઈ શકે તે માટે રસ્તો આપવો,રોડ પર ના ચાલકને યોગ્ય સન્માન આપવું,ધીરજ રાખવી,બીન જરૂરી હોનૅ નો ઉપયોગ ન કરવો, ટ્રાફિક જામ સમયે શાંતિ રાખવી વાહન ચલાવતા યોગ્ય જગ્યાએ સિગ્નલ નો ઉપયોગ કરવો, ઈમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપવી.કોઈ ચાલક ઈરાદાપૂર્વક નુકસાન કરતો નથી,ભુલ દરેક થી થતી હોય છે, દરેક ને માફ કરતા શીખો, વાહન ચલાવતા સ્પીડ પ્રમાણસર રાખવી
તેવું ભાવેશભાઈ એ જણાવ્યું હતું
સાથે સાથે ધોરણ 10અને 12 ની બોર્ડ ની પરીક્ષા માટે ગભરાવાની જરૂર નથી, વાંચન મહાવરો કરવાનું રાખશો તો ચોક્કસ યાદ રહેશે
ધોરણ 12 પછી એ ગૃપ અને બી.ગૃપ ના વિદ્યાર્થીઓને જુદી જુદી ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટે ઉપયોગી માગૅદશૅન આપવામાં આવ્યું હતું.
ક્લાસ વન-ટુ ની કોમ્પ્યુટીટીવ પરિક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય તે માટે પણ માગૅદશૅન આપવામાં આવ્યું હતું.
માગૅ સૌજન્ય ઝુંબેશ,રોડ સલામતી કાયૅક્રમ માટે
ડૉ.અનિલ તબિયાડ ,
સાઈક્રીયાટીસ્ટ,કાઉન્સિલર ઈશિતા બેન સિવિલ હોસ્પિટલ હિંમતનગર, ગિરિશભાઈ પટેલ, જીગર જયસ્વાલ,ડાયરેક્ટર,
જયપાલ રાઠોડ કાઉન્સિલર ,
TCA બોથરા કલાસીસ, હિંમતનગર, જયદીપ ભાઈ કન્સલ્ટન્સ હિંમતનગર,
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જયદીપ દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ તથા મેડમ ટ્રાફિક પોલીસ ભાવેશભાઈ તેમજ ટી.આર.બી.મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે ધોરણ 8-9-અને ધોરણ 11ના બાળકો સાથે પ્રાથમિક વિભાગ નો સ્ટાફ પરિવાર પણ જોડાયો હતો.
શાળા માં આવી માગૅ સૌજન્ય ઝુંબેશ તેમજ રોડ સલામતી અંગે બાળકો ને માહિતી આપવા બદલ શ્રી જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલે આશિર્વચન પાઠવ્યા હતા
અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમારે સમગ્ર પોલીસ ટીમ નું અભિવાદન સહ શાબ્દિક સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300