ખેડબ્રહ્મા: ખેરોજ ખાતે નર્સિંગ કોલેજ નું ઉદઘાટન

ખેડબ્રહ્મા: ખેરોજ ખાતે નર્સિંગ કોલેજ નું ઉદઘાટન
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે જય દ્વારકાધીશ ઇન્સ્ટિટયૂટ દ્વારા GNM/ANM નર્સિંગ કોલેજની મંજૂરી મળતા કોલેજ ભવન ખાતે પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો વેલકમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જીએનએમ અને એ.એમ એન કોલેજ ની સગવડ મળતા
ખેરોજ પંથક ની આજુબાજુના વિસ્તારના વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી
દ્વારકાધીશ ઇન્સ્ટિટયૂટ ના સંચાલકો દ્વારા મંજૂર કરાયેલ નર્સિંગ કોલેજ ની સરાહનીય કામગીરીને લોકોએ વખાણી હતી
આ વેલકમ કાર્યક્રમમાં ઇન્સ્ટિટયૂટ ના ટ્રસ્ટી મનીષભાઈ કોઠારી, રાજેન્દ્રભાઈ ભરવાડ, કૃપાલ ભરવાડ તેમજ આજુબાજુ પંથકના વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મનીષભાઈ કોઠારી ની આ પંથકમાં એક દાતા તરીકેની છાપ અને શિક્ષણ ક્ષેત્રે આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવના ને લોકોએ બિરદાવી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300