એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કૉલેજ, આણંદમાં ‘માતૃભાષા મહોત્સવ’ યોજાયો

એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કૉલેજ, આણંદમાં ‘માતૃભાષા મહોત્સવ’ યોજાયો
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કૉલેજ, આણંદના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસે આયોજિત ‘માતૃભાષા મહોત્સવ અંતર્ગત ‘માતૃભાષા ગરવી ગુજરાતી’ વ્યાખ્યાન યોજાયું. જેમાં કાર્યક્રમની શરૂઆત અનુસ્નાતક ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાર્થના દ્વારા કરી. ત્યારબાદ ઉપસ્થિત વક્તાશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય સ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. માનસિંગ ચૌધરીએ આપ્યો હતો. મહેમાનોનું પુસ્તકથી સ્વાગત તથા પ્રાસંગિક ઉદબોધન કોલેજના કાર્યકારી આચાર્ય તથા હિન્દી વિભાગના અધ્યક્ષા ડો. પ્રતીક્ષા પટેલે આપ્યું હતું. ત્યારબાદ અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રા. સંજના પરમારે કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જ્હાએ વિડિયો ક્લિપ માધ્યમે માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત કૉલેજના આચાર્ય ડો. મોહન પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમના પ્રથમ વક્તા શ્રી ડો. મહેન્દ્ર ચોટલીયાએ ગુજરાતી ભાષાના વિવિધ શબ્દો અને તેના અર્થો દ્વારા માતૃભાષા વિષયક રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. બીજા વક્તા શ્રી ડો. પ્રવીણ વાઘેલાએ ગુજરાતી ભાષાના વિકાસને કેન્દ્રમાં રાખી તેના વિવિધ આયામોની વિગતે રસપ્રદ શૈલીમાં ચર્ચા કરી હતી. ઉપરાંત અનુસ્નાતક ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષા વિષયક કવિતા અને નિબંધનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘મારી ભાષામાં મારા હસ્તાક્ષર’ હેઠળ વક્તાશ્રીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપક ડો. પ્રીતેશ ચૌધરીએ કર્યું હતું. આમ, સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300