વણિક વૈરાગી વૃદ્ધ નું અવસાન થતા અઢારે આલમ ની ઉપસ્થિત : ખોજા યુવાને આપ્યો દાહ

વણિક વૈરાગી વૃદ્ધ નું અવસાન થતા અઢારે આલમ ની ઉપસ્થિત : ખોજા યુવાને આપ્યો દાહ
Spread the love

દામનગર શહેર માં એકલા રહેતા રાજસ્થાની વણિક વૈરાગી વૃદ્ધ ગૌરીલાલ છિતરમલ નું અવસાન થતા અઢારે આલમ ની ઉપસ્થિત ખોજા યુવાને આપ્યો દાહ સંસ્કાર કરાયા

દામનગર શહેર માં એકલા રહેતા રાજસ્થાની વણિક વૈરાગી વૃદ્ધ ગૌરીલાલ છિતરમલ અવસાન થતા અઢારે આલમ ની ઉપસ્થિતિ માં દાહ સંસ્કાર કરાયા ઘણા વર્ષો થી એકલા રહેતા વૃદ્ધ ગૌરીલાલે ઘણા વર્ષો થી દામનગર નાં જાદુગર પરિવાર નાં મેનેજર તરીકે સેવા બજાવી પછી શેષ જીવન મોટાપીર ની દરગાહ પાસે એકલા રહેતા વૈરાગી જીવન વ્યતીત કરતા શ્રી ગૌરીલાલ છિતરમલ જૈન નામક વૃદ્ધ નું અવસાન થતા તેમની અંતિમયાત્રા સ્મશાન યાત્રા માં અઢારે આલમ ઉપસ્થિત રહી હતી દામનગર શહેર માં વર્ષો થી એકલા રહેતા ગૌરીલાલ છિતરમલ એ પોતા ના અંતિમ અવસ્થા માટે વિલ બનાવ્યું હતું (મિલ્કત નું નહિ) મારો દેહ સારી સ્થિતિ માં હોય તો મેડિકલ કોલેજ ને આપવો અન્યથા હિન્દૂ વિધિ પ્રમાણે દાહ સંસ્કાર કરવા જાદુગર પરિવાર ને વિલ બનાવી આપ્યું હતું કે મોટાપીર ની દરગાહ થી મારી સ્મશાન યાત્રા યોજવી સદગતે ઈચ્છા દર્શાવી હતી સદગત ની ઈચ્છાનુચાર આજે ગૌરીલાલ ની અંતિમ યાત્રા માં શહેર માંથી અઢારે આલમ ઉપસ્થિત રહી હતી ઇસ્માઇલી ખોજા પરિવારે દાહસંસ્કાર કર્યા હતા વૈરાગી જીવન વ્યતીત કરતા ગૌરીલાલ નું સમગ્ર જીવન ક્યાં વીત્યું ? કેવું રહ્યું ? તે નહિ પણ મૃત્યુ ના અજબ મલાજા સાથે આજે સૌથી વિશાળ અંતિમયાત્રા યોજાય હતી તેમાં જેન વણિક પટેલ હિન્દૂ મુસ્લિમ દાઉદી વ્હોરા ખોજા બ્રહ્મસમાજ સાધુ દલિત લુહાર સુથાર ધોબી કોળી ઋષિવંશી રઘુવંશી ખત્રી રાજપૂત માલધારી મુસ્લિમ બહેનો સહિત ખોટી સંખ્યા માં શહેરીજનો એ પુષ્પાજંલી આપવા અઢારે આલમ ઉપસ્થિત રહી વૈરાગી વણિક ગૌરીલાલ નો દેહ પંચમહાભૂત માં વિલન કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG20230223171520_01.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!