પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૫૩૩ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર

જૂનાગઢ જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૫૩૩ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર
સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત તથા વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને મળ્યો લાભ: રૂ.૧.૯૭ કરોડની સહાય ચૂકવાઈ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત તથા વિચરતી વિમુકત જાતિના ૫૩૩ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ માટે વર્ષ ૨૦૨૨-૨૩માં લાભાર્થીઓને રૂ.૧.૯૭ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
સમાજના છેવાડાના લોકોને પણ પોતાનું આવાસ કે ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર રાજ્ય સરકારે જુદી-જુદી આવાસ યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આ માટે વિશેષ ભાર આપી રહ્યા છે. એક નિશ્ચિત લક્ષ્યાંક સાથે રાજ્ય સરકારના સહયોગથી લોકોને આવાસની સુવિધા મળી રહે તે માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતાનું આવાસ ઉપલબ્ધ થાય તેવી નેમ સાથે કામ કરી રહ્યા છે. આ માટે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી સહાય ચૂકવવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300