ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર તા.૨જી માર્ચ થી બે દિવસીય વર્કશોપ

અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતી કરવા યુવા ખેડૂતો ને પ્રેરિત કરવા અને વાતાવરણની અનિયમિતતા તેમજ ખેતમજૂરોની અછત વચ્ચે પણ પાક ઉત્પાદન વધુ મેળવી શકાય તે માટે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર તા.૨જી માર્ચ થી બે દિવસીય વર્કશોપ
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આઈ. સી.એ.આર. ના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી. યોજના હેઠળ એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજીઝ ઇન એગ્રીકલ્ચર વિષય પર બેદિવસીય વર્કશોપનું આયોજન તા. ૦૨/૦૩/૨૦૨૩ થી ૦૩/૦૩/૨૦૨૩ નાં રોજ કરવામાં આવશે. જેનો ઉદ્ઘાટન સમારંભ તા. ૦૨/૦૩/૨૦૨૩ ના સવારે ૯.૦૦ કલાકે સેમીનાર હોલ, કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ. ખાતે યોજાશે.આ વર્કશોપ સવાર સાંજ ના બે સેશનમાં થવાનોછે. જેમાં તજજ્ઞો ઉપરાંત વિવિધ સંસ્થાના ડાયરેકટર, ઉદ્યોગ સાહસિકો દ્વારા રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવશે.
ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે અનેકૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ ક્ષેત્ર નોંધપાત્ર રીતેખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરીને દેશના સર્વાંગી વિકાસમાં ફાળો આપી રહી છે. વાતાવરણની અનિયમિતતા, ખેતમજૂરોની અછત, ઉંચો ખેતી ખર્ચ વિગેરે જેવા પરિબળોને કારણે આજે ખેતી દિવસે ને દિવસે મુશ્કેલ બનતી જાય છે. આ પરિસ્થિતીમાં ગામડા ને ટકાવવા અને ખેતીમાં યુવાધનને આકર્ષવા હશે તો ખેતીને સરળ બનાવવી તેમજ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી જેવી તાજેતરની અદ્યતન તકનીકીઓને જાણવી તેમજ ઉપયોગ માં લેવી જરૂરી છે.
આ વર્કશોપ નું આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રેરણાથી અને ડો.એચ,.એમ. ગાજીપરા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી.પી. યોજનાના પી.આઈઅનેકૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, ડો.એન.કે.ગોન્ટિયા માર્ગદર્શન હેઠળ તેમજ જ ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનીયરીંગ વિભાગ ના પ્રાધ્યાપક અને વડા ડો. વી.કે. તિવારીનાપ્રોત્સાહન હેઠળ યોજાય રહેલ છે.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ખેતીમાં ફાર્મ મિકેનાઇઝેશનના ઉપયોગ જેવા કે રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી ખેતી ને કઈ રીતે યુવા ખેડૂતો ને પ્રેરિત કરવા માટે સુગમ અને વાતાવરણની અનિયમિતતા તેમજ ખેતમજૂરોની અછત વચ્ચે પણ પાક ઉત્પાદન વધુ મેળવી શકાય તે માટે પ્રાધ્યાપકોઅને વિદ્યાર્થીઓને ઉંડાણપૂર્વક જ્ઞાન વધારવાનો તેમજ વિદ્યાર્થીઓને રોબોટીક્સ અને ડ્રોન ક્ષેત્ર માં રહેલી ભવિષ્ય ની ભરપુર તકો ને પારખી અને ઉદ્યોગ સાહસીક બનાવવાનો છે. આ વર્કશોપ માં મુખ્ય અતિથિ તરીકે આઈ. સી એ.આર., સી. આઈ. એ. ઈ. ના ડાયરેક્ટરડો. સી.આર. મહેતા, ઓનલાઈન માધ્યમ થી ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન આપશે. સાથે જ અતિથી વિશેષ તરીકે ડો.સુભાષયુનિવર્સીટીના પ્રો-વોસ્ટ ડો. દીપક ડી. પટેલ હાજરી આપશે અને પ્રાસંગિક પ્રવચન કરશે.
વધુમાં આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના, વિવિધ મહાવિદ્યાલયો ના આચાર્ય અને ડીનશ્રીઓ અને. આઈ.ડી.પી. નાકો-પી. આઈશ્રીઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલસચિવશ્રી, સહસંસોધન નિયામકશ્રીતેમજ અન્ય વિભાગ ના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ અને અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેશે. આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્ર ના મહાનુભાવો, કૃષિ સંલગ્ન શિક્ષકો, સંશોધન, વિસ્તરણ, વેપાર, સંસ્થાઓ સાથે જોડાયેલા અધિકારીઓ, વિદ્યાર્થીઓ ભાગ લેશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આ કાર્યક્રમ ના કો-ચેરમેન અને ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવર એન્જીનીયરીંગ વિભાગ ના પ્રાધ્યાપક અને વડા, ડો. વી.કે. તિવારી, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.ટી. મહેતાસહ.પ્રાધ્યાપક તેમજકો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી પ્રો.એ. એલ. વાઢેર,મદદ. પ્રાધ્યાપક,ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મ મશીનરી અને પાવરએન્જીનીયરીંગ વિભાગતેમજ તેમની ટીમ અને વિવિધ કમિટી ના કન્વીનરશ્રીઓ તથા સભ્યશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300