મહેસુલી કામગીરીની પ્રગતિમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને યથાવત

મહેસુલી કામગીરીની પ્રગતિમાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો ટોચના સ્થાને યથાવત
ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રિક્સના ઓવરઓલ રેન્કિંગમાં ૯૮.૮૦ ટકા સાથે જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે
કલેક્ટર રચિત રાજનો પ્રજાલક્ષી કામનો પરિશ્રમ પરિણામમાં પરિવર્તિત થયો
જૂનાગઢ : મહેસુલી કામગીરીને પ્રગતિને આંકતા ડિસ્ટ્રિક્ટ સ્કોરિંગ મેટ્રિક્સના જાન્યુઆરી માસના જાહેર થયેલા આંકડા મુજબ જૂનાગઢ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં ૯૮.૮૦ટકા સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આમ, કલેકટર રચિત રાજનો પ્રજાલક્ષી કામ માટેનો પરિશ્રમ પરિણામમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર રચિત રાજે પડતર પ્રશ્નો સહિતના તુમારના નિકાલ માટે તબક્કાવાર અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જુદા-જુદા મહેસૂલી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું. આમ, કલેક્ટર કચેરી અને સમગ્ર જિલ્લાની પ્રાંત ઓફિસો તથા મામલતદાર કચેરીઓ હેઠળ નોંધપાત્ર થયેલ મહેસૂલી કામગીરીના આધારે જૂનાગઢ જીલ્લો ટોચના સ્થાને યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ સ્કોર iORA મારફત બિન ખેતી વિગેરે, અરજીઓનો નિકાલ ,iRCMS મારફત કેસોનું મોનીટરીંગ, ઈ-ધરા, ઈ-સેવા, જનસેવા કેન્દ્ર, સ્ટેમ્પ ડ્યુટી, પડતર કેસોનો નિકાલ, દફતર તપાસણી, જમીન સંપાદન સહિતના કામોમાં પ્રગતિના આધારે તૈયાર કરવામાં આવે છે.
ડિસ્ટ્રીક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ સ્કોર જિલ્લાની મહેસૂલી કામગીરીની પ્રગતિ દર્શાવે છે. જે મહેસૂલી સહિતની જુદા-જુદી કામગીરીના માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે. જેથી સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના મહેસૂલી કામગીરીનો ચિતાર મેળવી શકાય.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300