જૂનાગઢ જિલ્લામાં ૧.૪૨ લાખ વિદ્યાર્થીઓને રૂ.૨૦.૩૦ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવાઈ

જૂનાગઢ જિલ્લામાં ૧.૪૨ લાખ વિદ્યાર્થીઓને રૂ.૨૦.૩૦ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવાઈ
પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૩૬ લાખ વિદ્યાર્થીઓને કુલ રૂ.૧૬.૫૨ કરોડ અને પોસ્ટ મેસ્ટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૬૦૯૨ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૩.૭૮ કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે. આમ, જિલ્લાના ૧.૪૨ લાખ વિદ્યાર્થીઓને અંદાજે રૂ.૨૦.૩૦ કરોડની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાની સાથે રાજ્યભરના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને સાથે જ તેમને શિક્ષણ કાર્યમાં આગળ વધવામાં સહાયતા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના તમામ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાં રાહત મળી રહે તે માટે જુદી-જુદી યોજનાઓ હેઠળ આર્થિક સહાય પણ ચૂકવવામાં આવી રહી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આવાસ સાથે ભોજનની સુવિધા મળી રહે તે માટે સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શિક્ષણને નવી ઉંચાઈ મળે અને રાજ્યના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ થાય તે માટે નીતિગત નિર્ણયોની સાથે વિવિધ યોજનાઓ -અભિયાનના માધ્યમથી શિક્ષણોત્કર્ષનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300