જૂનાગઢ જિલ્લામાં ૪૯ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂર્ણ

જૂનાગઢ જિલ્લામાં ૪૯ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂર્ણ
કલેક્ટર શ્રી રચિત રાજે અમૃત સરોવરની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી
આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જિલ્લામાં ૭૫ સરોવરને રળિયામણા બનાવાશે
જૂનાગઢ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને ઝીલી, જૂનાગઢ જિલ્લામાં આવેલા અમૃત સરોવર વિકસાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. હાલમાં ૪૯ જેટલા સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમજ બાકી અન્ય સરોવરને વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે.
કલેકટર શ્રી રચિત રાજે અમૃત સરોવરના નિર્માણ કાર્યની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ સાથે તેમણે સંબંધીત અધિકારીઓને અમૃત સરોવરના નિર્માણ કાર્યને વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. જેથી જળસંચયનો હેતુ સિદ્ધ થવાની સાથે લોકોને રમણીય સ્થળો પણ ઉપલબ્ધ થઈ શકે.
કેન્દ્ર-રાજ્ય સરકારના જુદી- જુદી યોજનાઓ અને અભિયાનો હેઠળ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. જેમાં તળાવની આસપાસ સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, અધિક નિવાસી કલેકટર શ્રી એલ.બી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300