જૂનાગઢ ખાતે ચોથા રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ ખાતે ચોથા રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિર નો સમાપન કાર્યક્રમ યોજાયો
શિબિરમાં ૩૦ યુવક – યુવતીઓએ ભાગ લીધો
જૂનાગઢ : રાજ્ય સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, અને નિયામક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રિય કક્ષા ખડક ચઢાણ શિબિર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન ગિરનારનાં દુર્ગમ વિસ્તારોમાં યોજાઇ હતી. જેનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
ગિરનારનાં દુર્ગમ પહાડો પર જ્યાં ખડક ચઢાણની પ્રવૃતિઓ થઇ શકે તેવી જગ્યાઓ પર ગુજરાતની ભાવી યુવા પેઢી પ્રકૃતિનાં સંરક્ષણની સાથે સાથે પર્વતારોહણમાં પોતાની ક્ષમતા નિખારી શકે અને રાજ્ય, દેશનો આદર્શ નાગરિક તૈયાર કરવાના હેતુ સાથે દર વર્ષે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં ગુજરાતના ૨૬ ,રાજસ્થાનના ૦૨,આંધ્રપ્રદેશ ૦૧ ,જમ્મુ કાશ્મીર ૦૧ શિબિરાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં ૨૫ ભાઇઓ અને ૫ બહેનો જોડાયા છે.
આ શિબિરના સમાપન કાર્યક્રમ કર્નલ સી એસ પૌલ , કમાન્ડીંગ ઓફીસર ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી જૂનાગઢ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિબિર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ એ સ્વાગત અને આભાર વિધિ કરેલ હતી. વિકાસ વોરા, દિપીકા ચાવડા , દિગ્વિજય સિંહ એ શિબિરના અનુભવો જણાવ્યા હતાં. જેમાં પર્વત આરોહણ કરતી વખતે શારીરિક ની સાથે માનસિક મજબૂત રહેવાની સમજ,અનુભવ મળ્યો હતો. તેમજ પ્રકૃતિ ની જરૂરિયાત અને સંરક્ષણ ,સેફ્ટી વિશે વધુ જાણકારી મળેલ હતી.. નિરત ભટ્ટ માનદ્દ ટ્રેઝરર એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસીએશન ઓફ ઈન્ડીયા એ શિબિર ના વિષય અનુરૂપ પરિચય આપ્યો હતો અને રોક ક્લાઈમીંગ ની સાથે સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ, એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે વધુમાં વધુ લોકો ને સેફ્ટી મળે તે જોવા ની કામગીરી ક્લાઈમ્બર્સ કરશે.
છત્તીસગઢ રાજ્યના પ્રથમ મહિલા એવરેસ્ટર નૈનાસિંઘ ધાકડ એ સાહસ ક્ષેત્રે વધુમાં વધુ મહિલાઓ ની ભાગીદારી , ગ્રામીણ વિસ્તાર ના યુવાઓ જોડાય તે માટે અપીલ કરી હતી .એન ડી વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ રમત ગમત અને સાહસિક પ્રવૃત્તિ ની જીવન માં જરૂરિયાત ની સમજ આપી. કર્નલ સી એસ પૌલ એ અનુશાસન, સમય પાલન, દેશ સેવા , જીવન ના મહત્વ વિશે માહિતી આપી સૌ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ નું સંચાલન ઉમંગ વેકરીયા , ફ્રેની વણપરીયા એ કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300