ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંગે શાપુર ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ અંગે શાપુર ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો
જૂનાગઢ : જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલુ હિંસા થી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૫૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર વંથલી તાલુકાના શાપુર ગામમાં પે.સેન્ટર શાળા ખાતે યોજાયો હતો.
આ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને ઘરેલુ હિંસા એટલે શું, તેના પ્રકારો અને મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારશ્રીની વિવિધ સેવાઓ જેમકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન્સ સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની અન્ય યોજનાઓ કે જેવી કે વ્હાલી દિકરી યોજના ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાળકો સાથે થતા જાતીય ગુનાઓ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાપુર ગામના ઉપસરપંચશ્રી, માધવીબેન સખી મંડળના બેંક સખી મધુબેન, ફિલ્ડ ઓફિસર શ્રી પલ્લવીબેન પાઘડાર, મીરાબેન કરમુર,કૃપાબેન ખુંટ જિલ્લા બાળ સુરક્ષા એકમના એલસીપીઓ કિરણબેન રામાણી, સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી અંકિતાબેન ભાખર, ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર શ્રી પ્રિયંકાબેન, પોલીસ કોન્સ્ટેબલ શ્રી ઉજાલાબેન તથા ગામની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300