અંકલેશ્વરમાં ચોથી માર્ચથી શરુ થશે “માય લિવેબલ અંકલેશ્વર સી એસ આર પહેલ”

અંકલેશ્વરમાં ચોથી માર્ચથી શરુ થશે “માય લિવેબલ અંકલેશ્વર સી એસ આર પહેલ”
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
શહેરના 20 કિલોમીટર વિસ્તાર આ પહેલ અંર્તગત આવરી લેવાશે
4 માર્ચના રોજ ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે માં શારદા ભવન ટાઉન હોલ ખાતેથી યોજના લોન્ચ કરશે
અંકલેશ્વરમાં ચોથી માર્ચથી શરુ થશે માય લિવેબલ અંકલેશ્વર-સી એસ આર પહેલનો પ્રારંભ કરવાના સંદર્ભે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં જીઆઇડીસીમાં એ.આઈ.એ હોલ ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. શહેરના 20 કિલોમીટર વિસ્તારમાં યોજના અમલમાં આવશે આગામી. 4 માર્ચના રોજ ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે યોજના લોન્ચ કરવામાં આવશે.
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચની અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ હવે વહીવટી તંત્ર આ યોજના અંકલેશ્વરમાં પણ અમલમાં મૂકી રહ્યું છે. જેનો આગામી 4 માર્ચ થી અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતેથી અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ પ્રારંભ કરાવશે.
યોજનાના અમલ પૂર્વે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ અંકેલેશ્વર જીઆઇડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝના એચ.આર. અને સી.એસ.આર પ્રવૃતિ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરતા ભરૂચની જેમ અંકલેશ્વરને લિવેબલ અંકલેશ્વર કેવી રીતે બનાવી શકાય અને તેનો સફળ અમલ કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આ યોજનામાં ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા સ્પષ્ટ કરી સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા હાકલ કરી હતી.
આ બેઠકમાં અંકલેશ્વર પ્રાંત અધિકારી શ્રીમતી નતિષા માથુર,મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ શ્રી જશુંભાઈ ચૌધરી વગેરે ઔધોગિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માય લીવેબલ ભરૂચ–સી એસ આર પહેલનો વ્યાપ વિસ્તારીને હવે જિલ્લા વહીવટી તંત્ર તાલુકા કક્ષાએ અમલમાં મૂકવા જઈ રહ્યું છે.જે ઉપક્રમે આવનારા સમયમાં માય લિવેબલ અંકલેશ્વર , માય લિવેબલ આમોદ અને માય લિવેબલ જંબુસર જેવા આયામો અમલમાં મૂકીને જિલ્લાના નાગરીકોને સાચા અર્થમાં માય લીવેબલની ભરૂચની સંકલ્પના સાકાર કરવા જિલ્લા વહીવટી તંત્ર સાર્થક પ્રયત્નો કરી રહ્યું છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300