કેરિયા નાગસ લાલાવદર રોડની કામગીરી શરુ છે ત્યારે ગેરકાયદેસર રીતે ખનન કરતા વાહનો જપ્ત

કેરિયા નાગસ લાલાવદર રોડની કામગીરી શરુ છે ત્યારે ગેરકાયદેસર રીતે ખનન કરતા વાહનો જપ્ત
રુ. ૨૦ લાખનું ડમ્પર અને રુ.૨૦ લાખનું જેસીબી જપ્ત
અમરેલી : અમરેલી તાલુકાના કેરિયા નાગસ ખાતે ગેરકાયદેસર ખનન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. કેરિયા નાગસ લાલાવદર રોડની કામગીરી શરુ છે ત્યારે આ કામગીરી દરમિયાન વાહનો દ્વારા ગેરઉપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા, અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી,
અમરેલી તાલુકા મામલતદારશ્રી અને સર્કલ ઓફિસરની ટીમ દ્વારા તે વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં રુ. ૨૦ લાખનું ડમ્પર અને રુ.૨૦ લાખનું જેસીબી જપ્ત કરી પોલીસ ખાતાના હવાલે કરવામાં આવ્યું હોવાનું અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300