ગરીબ બાળકો માટે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરાઇ

ગરીબ બાળકો માટે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરાઇ
અંકલેશ્વર માં કમાલારાય ફાઉન્ડેશન નાં મુખ્ય ટ્રસ્ટી શ્રી રાયચંદ ભાઈ જૈન તથા કમલાબેન જૈન નાં હસ્તે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરવામાં આવી. આ પાઠશાળામાં ગરીબ બેઘર તથા પછાત વર્ગના નાનાં ભૂલકાઓને ભણતર સાથે સારું જીવન જીવવા માટેના પાઠ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે. આ માટે એક કન્ટેનર માં ક્લાસરૂમ બનાવી અત્યંત પછાત બાળકો જે શિક્ષણ થી વંચિત છે તેમને ભણાવાશે. આ પ્રસંગે કમલારાય ફાઉન્ડેશન નાં અન્ય ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ જૈન અને મહાવીર જૈન હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300