જૂનાગઢ તાલુકા(ગ્રામ્ય) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(ગ્રામ્ય) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(ગ્રામ્ય) માટે તા.૨૧/૦૩/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જૂનાગઢ તાલુકા ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ(ગ્રામ્ય) ને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવેલ છે. અરજીના મથાળે જૂનાગઢ તાલુકા (ગ્રામ્ય) માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજૂઆતો નહિ થઇ શકે તે પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે તેમ જૂનાગઢ(ગ્રામ્ય) મામલતદારની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300