રેસકોર્સ ચબૂતરે, રવિવારે નિ:શુલ્ક કુંડા – માળા વિતરણ

રેસકોર્સ ચબૂતરે, રવિવારે નિ:શુલ્ક કુંડા – માળા વિતરણ
Spread the love

‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને એનીમલ હેલ્પલાઈન દ્વારા રેસકોર્સ ચબૂતરે, રવિવારે નિ:શુલ્ક કુંડા – માળા વિતરણ

રાજકોટ. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા રવિવારે નિ:શુલ્ક કુંડા, માળા વિતરણ રાખવામાં આવ્યું છે. ઉનાળાનાં ધોમધખતા તાપમાં પક્ષીઓને આંશિક શાતા આપવા માળા–પીવાનાં પાણીની કુંડી ‘રામપાતર’ અને ગાયોની પાણી પીવાની કુંડી મુકવા જોઈએ. જેમ માણસને ગરમીમાં વધુ તરસ લાગે છે તેમ પશુ, પક્ષીઓ પણ ઉનાળાનાં ધોમધખતા તાપમાનમાં ખુબ જ તરસ્યા હોય છે. આવા જીવંત જીવોની છીપાવવા માટે પાણી મુખ્ય સ્રોત છે. પશુ કલ્યાણ સંસ્થાઓ, પ્રાણી પ્રેમીઓ, વ્યક્તિઓ દ્વારા પશુ, પક્ષીઓનાં પાણી પીવાના રામપાતરનું વિતરણ કરવામાં આવતું હોય છે. પશુ, પક્ષીઓ માટે ધાબા પર, ઘરની બહાર કે સ્વચ્છ સ્થળોએ પાણીના બાઉલ મૂકવા જેથી તે ઉનાળામાં તેમની તરસ છીપાવી શકે. પાણીના દૂષણને ટાળવા તથા પાત્રને ગંદા થવાથી અટકાવવા માટે બાઉલને સાફ કરવા અને દરરોજ તેમાં પાણી બદલવું જોઈએ.
રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા તા. 05/03/2023, રવિવારે, સવારે 7થી સવારે 8 દરમિયાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતે ચકલીનાં માળા, પાણી પીવાના પાતર, ગૌમાતાની પાણી પીવાની કુંડીનું નિઃશુલ્ક વિતરણ કરાશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

WhatsApp-Image-2023-03-03-at-10.18.14-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!