જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે રૂા.૩૪૪ કરોડના ખર્ચે કામગીરી થશે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે રૂા.૩૪૪ કરોડના ખર્ચે કામગીરી થશે
પાણીની પાઈપલાઈન નેટવર્કના નવીનિકરણ માટે વધુ રૂા.૨૦૦ કરોડનો ડીપીઆર પ્લાન બનાવશે
જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની કામગીરી માટે રૂા.૩૪૪ કરોડના ખર્ચે કામ હાથ ધરવામાં આવશે. તેમજ પાણીની પાઈપલાઈન નેટવર્કના નવીનિકરણ માટે વધુ રૂા.૨૦૦ કરોડનો ડીપીઆર પ્લાન બનાવશે.
અમૃત ૧.૦ અંતર્ગત અલગ અલગ ઝોનમાં જેવા કે ટીંબાવાડી, ચોબારી, ઝાંઝરડા, સરગવાડા, સાબલપુર, દોલતપરા, ગાંધીગ્રામ વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઊંચી ટાંકી, ભૂગર્ભ ટાંકા બનાવવાની કામગીરી તથા આણંદપુર વીયર ખાતે મુખ્ય પંપિંગ સ્ટેશન અને અને ૧૪ કિલોમીટરની મુખ્ય પાઇપલાઇનની કામગીરી એમ કુલ રૂ.૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. આ ઉપરાંત અમૃત ૧.0 માં ભૂગર્ભ ગટરના અને ૮.૨ એમએલડી ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ ના રૂ. ૬૦ કરોડના ખર્ચ થનાર છે.
જૂનાગઢ મહાનપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશ ચાવડાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારશ્રીના આત્મ નિર્ભર ભારત બનાવવાના ધ્યેય સાથે શહેરોને પાણી સુરક્ષિત બનાવવા અને દરેક ઘરોને નળ કનેક્શન આપવાના ભાગરૂપે અમૃત ૨.૦ યોજના છે. જે અન્વયે કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા SWAP-I સ્ટેટ વોટર એક્શન પ્લાનમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ રૂા.૩૪૪.૦૨ કરોડના ત્રણ વોટર સપ્લાય પ્રોજેક્ટ તથા એક એક સીવરેજ નેટવર્કના પ્રોજેક્ટની સૈધ્ધાંતીક મંજુરી આપવામાં આવેલ છે. અમૃત ૨.૦ યોજનાના સ્પેશ્યલ SWAP અંતર્ગત વાઘેશ્વરી તળાવ વોટર બોડીરીજુનીવેશન માટે કુલ રકમ રૂા.૧૮ કરોડની સૈધ્યાતિક મંજુરી આપવામાં આવેલ છે. જેના ટેન્ડરીંગની કામગીરી હાલ પ્રગતિમાં છે.
વધુમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા SWAP-Iમાં જૂનાગઢની મહાનગરપાલિકાના કુલ રૂા.૨૦.૯૨ કરોડના ૭ વોટર સપ્લાય પ્રોજેક્ટની સૈધ્ધાંતીક મંજુરી આપવામાં આવેલ છે. જેના ડીપીઆર બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300