જૂનાગઢના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે માખિયાળા ખાતે ચાઈલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેમ્પ યોજાયો

જૂનાગઢના ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે કુપોષિત બાળકો માટે માખિયાળા ખાતે ચાઈલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેમ્પ યોજાયો
૮૪ બાળકોને પ્રોટીન પાવડર અને ડ્રેગન કમલમ ફ્રુટ નું વિતરણ કરાયું
જૂનાગઢ : જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના જન્મદિવસ નિમિત્તે માખીયાળા ગામે ગજેરા સમાજ ખાતે કુપોષિત બાળકો માટે ચાઈલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૮૪ બાળકોને પ્રોટીન પાવડર ડ્રેગન ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું
જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ ૮૬ વિધાનસભા મત વિસ્તારના ૧૭ ગામોના અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત અંદાજે ૮૪ જેટલા બાળકોને પ્રોટીન પાવડર અને ડ્રેગન ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડો. મહેશભાઈ વાળા એ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોની હેલ્થ તપાસ કરી હતી અને તેમના વાલીઓને, આંગણવાડી વર્કર બહેનોને, હેલ્થ કેર અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં માખિયાળાના ગામના સભ્ય કાંતિભાઈ ગજેરા, ઉમા પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢના પ્રમુખશ્રી જ્યોત્સનાબેન સાપરિયાએ ઉદબોધન કર્યું હતુ. આ તકે શ્રી મુકુંદભાઈ હીરપરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ સીડીપીઓ દુધીબેન પટોળિયા અને મજેવડી સેજાના આંગણવાડી વર્કર બહેનોએ આયોજન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ જનકભાઈ ગજેરા એ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300